વલસાડ
વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બેસ્ટક્વીસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેપર મિલમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બેસ્ટક્વીસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેપર મિલમાં આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને કંપની સંચાલકોએ વાપી જીઆઈડીસી ફાયર ફાઈટરની ટીમને બનાવની જાણ કરી હતી. વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કરણ હજુ જાણી શકાયું નથી.વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બેસ્ટક્વીસ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. મિલમાં મોટા પ્રણાણમાં પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ વાપી જીઆઈડીસીના ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાેકે હજુ આગ કાબુમાં આવી નથી.
