Gujarat

વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ

પાટણ
પાટણ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિમાં પ્રસરી રહ્યું છે. શુક્રવારે કોરોનાના કેસમાં પ્રથમ અને બીજી લહેરના તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ ૨૧૭ કેસ જિલ્લામાં નોંધાયા હતા. અગાઉ પાટણ જિલ્લામાં બીજી લહેરમાં સૌથી વધુ ૨૭ એપ્રિલે ૨૧૦ કેસ નોંધાયા હતા. જે રેકોર્ડ નવા કેસથી તૂટ્યો છે. સાંતલપુર તાલુકાના વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૫૦૦ એલ.પી.એમ.પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ ૯૦ કેસ ફક્ત પાટણ શહેરમાં તેમજ તાલુકામાં ૨૦ મળી ૫૦ ટકા કેસ એકલા પાટણ તાલુકામાં જ આવ્યા હતા. સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં પણ ખૂબ ઝડપથી સંક્રમણ વધતા જેમાં ૪૯ કેસ સિદ્ધપુર તાલુકામાં તેમજ ૩૩ કેસ ચાણસ્મા તાલુકામાં આવ્યા હતા. જિલ્લામાં વધુ ૫૨ દર્દીઓ સ્વસ્થ થયા હતા. કોઈ મોત નોંધાયું ન હતું. શુક્રવારે કોરોના ૨૧૭ કેસ નોંધાયા હતા જેમાં સાત નાના બાળકોને પણ કોરોના સંક્રમણ લાગી હોવાનું જાેવા મળ્યું હતું.ત્રીજી લહેર માં નવા કેસો સાથે ફક્ત ૨૧ દિવસમાં ૧૧૮૫ કેસ નોંધાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી જયરામભાઈ જાેષીના જણાવ્યા મુજબ પાટણમાં કે.વી.પટેલ મેમોરીયલ, ચાણસ્મા તાલુકામાં ચવેલી ગામની શાળા, હારિજમાં કે પી ગર્લ્સ હાઇસ્કુલ અને સિદ્ધપુરની એક શાળામાં ૧૫ શિક્ષકોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કે.વી.પટેલ મેમોરીયલ સ્કુલ ના વડા ડો.કાનજીભાઈ પટેલ જણાવ્યું હતું કે ચાર શિક્ષકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા તે પૈકી એક શિક્ષકનો આર ટી પીસી આર રિપોર્ટ નેગેટીવ આવેલ છે. જે શિક્ષકો નોર્મલ છે તેઓ શાળામાં આવીને ર્હઙ્મૈહી અભ્યાસક્રમ આપવામાં આવે છે. બાળકોને શાળામાં ઓફલાઈન શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ બંધ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *