ગિરગઢડા
ભરત ગંગદેવ.
ડીસા નગરમાં વિધાર્થીઓના ઉજ્જવલ ઘડતર માટે વાલીઓમાં જાગૃતિની તાતી જરૂરિયાત છે ત્યારે ડીસાની વાલી પ્રશિક્ષણ સમિતિ અને રોટરી કલબ દ્રારા જાણીતા તબીબ ડો.સી.કે.પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં જાણીતાં શિક્ષણવિદ, સંસ્કૃતિ સંરક્ષક, પ્રેરણાદાયી વિશિષ્ટ વકતા અમદાવાદનાં ઈન્દુમતીબેન કાટદરેએ ખાસ હાજર રહી તેમના વક્તવ્ય થકી વાલીઓને જીવનજરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ અવસરે રેખાબેન ચૌહાણે સરસ પ્રાર્થના રજૂ કરી હતી જ્યારે વાલી પ્રશિક્ષણ સમિતિના સ્થાપક મફતલાલ મોદીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.વાલી પ્રશિક્ષણ સમિતિના અધ્યક્ષ કનુભાઈ આચાર્ય, મંત્રી નટુભાઈ વ્યાસ,ખજાનચી નાથાલાલ ખત્રી,રોટરી કલબના પ્રમુખ ડો.પી.પી.ઠકકર સહિત સૌએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.સમારંભના અધ્યક્ષ ડો.સી.કે.પટેલે પણ મનનીય ઉદબોધન કર્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું અતિ સુચારૂ સંચાલન વાલી પ્રશિક્ષણ સમિતિના ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધુએ કર્યું હતું જ્યારે આભારવિધિ રોટરી કલબના મંત્રી ડો.ગોપાલભાઈ જોષીએ કરી હતી.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે બેઉ સંસ્થાઓના સક્રિય સભ્યોએ નિષ્ઠાપૂર્વક મહેનત કરી હતી.ખૂબ મોટી સંખ્યામાં ડીસા નગરના વાલીઓએ ખાસ ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.


