Gujarat

વાસણ મહાદેવ ગામ પાસેથી ૨.૬૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીનગર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે ગુજરાતની રાજધાની ગાંધીનગરના ગાંધીનગર તાલુકાના વાસણ મહાદેવ ખાતેથી પેથાપુર પોલીસે ૨.૬૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એસ. રાણાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કોન્સ્ટેબલ જયપાલસિંહ તથા રમેશસિંહને બાતમી મળી હતી કે, વાસણ મહાદેવ ખાતે રહેતાં નિતેશસિંહ જશુજી વિહોલ દારૂનો વેપલો કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં નિતેશ મળી આવ્યો ન હતો જાેકે તેના ઘરની પાસે રહેલાં ખરાબામાં તપાસ કરતાં વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ૩૫૮ બોટલ અને બીયરના ૫૨૮ ટીન મળી કુલ ૨,૬૪,૫૦૦નો દારૂ હતો. જેને પગલે પેથાપુર પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી નિતેશ જશુજી વિહોલ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સેક્ટર-૨૧ પોલીસને બાતમી મળી હતી કે સેક્ટર-૨૮ ચરેડી છાપરામાં રહેતો શંકર જશવંતભાઈ કાંગસિયા પોતાના છાપરામાં વિદેશી દારૂ સંતાડી રાખે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં આરોપી તો ઘરે મળ્યો ન હતો પરંતુ ઘરમાં વિદેશીદારૂની ૫ બોટલ અને બીયરના ૭ ટીન મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે ૩૬૭૫નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. સેક્ટર-૨૧ પોલીસે ગુનામાં સહ આરોપી એવા પ્રવિણ ચતુરભાઈ દંતાણીને પેથાપુરા આંકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ તેણે પોતે આંકોલ પાસે નાળીયામાં વિદેશી દારૂ સંતાડ્યો હોવાની કેફિયત આપી હતી. જેને પગલે સેક્ટર-૨૧ પોલીસે આ અંગે પેથાપુર પોલીસને જાણ કરી હતી. જેને પગલે પેથાપુર પોલીસે પેથાપુર ચોકડીથી રાંધેજા જતાં વચ્ચે આવતા નાળીયામાંથી બીયરના ૨૫ ટીન જપ્ત કર્યા હતા. પેથાપુર પોલીસે દારૂ સંતાડનાર પ્રવિણ ચતુરભાઈ દંતાણી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *