Gujarat

વાહનોની ગતિ ઘટાડવા અને અકસ્માત નિવારવા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા હાઇવે પર વલ્ડ બેંકએ લગભગ બહુ સંખ્યામાં બમ્પ બનાવ્યા છે આ બંપો પાસે વારંવાર થઈ રહેલા અકસમતોને લઈ આજે વાહનચાલકો ડર અનુભવી રહ્યા છે અને સબંધિત વિભાગ દ્વારા આ બમ્પોને દૂર કરે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે

વડોદરા અને છોટાઉદેપુર આમ બન્ને જિલ્લાને જોડતા લગભગ ૩૮ કિમિના હાઇવે પર વલ્ડ બેંકએ રબ્બર સ્ટ્રીપ ટાઈપના લગભગ સાત સાત ના ગ્રૂપમાં અંદાજે 10 થી વધુ જગ્યાએ પર મુક્યા છે જ્યારે અનેક જગ્યાએ બે થી વધુ મોટા હાઈ બમ્પ મુક્યા છે આમ તો આ બમ્પો વાહનચાલકોના વાહનની ગતિ તેમજ અકસ્માત નિવારવા મુકવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે જે હવે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા હોઈ તેમ લાગી રહ્યું છે આમ તો જ્યારે ચાલકને નજર આવે ત્યારે વાહનને નુકસાન ન થયા તે માટે બ્રેક મારે છે તો કોઈક ચાલકને બંપ નજર ન આવે તો તે આ બંપ પરથી કૂદી જાય છે જેમાં વાહન ખેચાઈ જવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી છે જ્યારે ચાલકો પોતાના વાહન ની ઝડપ ઓછી કરે તો તેમણે સ્ટ્રેરિંગને પકડી રાખીને ઊછળતા ઉછાળતા આ બંપ પર થી પસાર થવું પડે છે જે માટે કંટાળા જનક છે આમ તો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે ત્યારે પહેલા કરતા અનેક સુવિધાઓ છોટાઉદેપુર જિલ્લામાં છે પરંતુ અનેઓ ગંભીર પ્રકારના દર્દીઓ વડોદરા ખાતે હોસ્પિટલ મોકલવામાં આવે છે જ્યારે અનેક વખત એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાઑ ને ખૂબ બન્યું છે. તદુપરાંત અક્સમાતનું નિવારણના આશય થી બનાવવામાં આવેલા આ રસ્તા પર થી પસાર થવાનું  કેટલાક લોકો ટાળી રહ્યા છે  બોડેલી નજીક થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર સર્વિસ રોડનો પણ ઉપયોગ વડોદરા કે બોડેલી તરફ આવતા જતાં  વાહનચાલકો કરી રહ્યા છે જો કે આ સર્વિસ રોડ વાહનચાલકો માટેનો રસ્તો નથી દસ વરસ કરતા વધુ વર્ષમાં આ હાઇવે અસ્તિત્વમાં આવ્યો બાદ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી અને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાંથીઆ ગોજારા હાઇવેનો વધુ પડતો જિલ્લા વાસીઓ વધુ ઉપયોગ કરતા હોઇ છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા આ જીવ લેણ બંપોને વહેલા માં વહેલી તકે દૂર કરવામા આવે અથવા તો બમ્પની સંખ્યા ઘટાડવામાં આવે તેવી વાહનચાલકો માંગ  કરી રહ્યા છે અને વારંવાર થતાં અકસ્માતથી પણ બચી શકાય છે

IMG-20221031-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *