Gujarat

વિદેશ મોકલવાના બહાને ગોંધી રખાયેલા ૧૫ ગુજરાતીઓને પોલીસે બચાવ્યા

ગાંધીનગર
ગુજરાતીઓને વિદેશનું ભૂત એટલી હદે વધી રહ્યું છે કે લોકો તેના કારણે અનેકવાર છેતરાઈ જાય છે, હેરાન થાય છે, વિદેશ મોકલવાનું કહીંને કોલકત્તા-દિલ્હી ગોંધી રખાયેલા ૧૫ ગુજરાતીઓને ગાંધીનગર પોલીસે હેમખેમ બચાવ્યા હતા. મુખ્યમંત્રીને મળેલી ફરિયાદોને પગલે તેઓએ ગાંધીનગર પોલીસને સીધી સુચના આપી હતી. જેને પગલે શનિવારે ૧૨ વાગ્યે ફરિયાદ મળ્યાથી લઈને ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે દિલ્હીનું લોકેશન મળતાં જ ગાંધીનગરની પોલીસની ટીમ નીકળી હતી અને ફ્લાઈટમાં રાત્રે ૧વાગે પોલીસ દિલ્હી પહોંચી હતી. જ્યાંથી અપહ્યુતોને છોડાવીને સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર પરત લવાયા હતા. ત્યારે ૨૨ કલાકમાં જ સમગ્ર ઓપરેશન પાર પાડનાર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, પીઆઈ જિતેન્દ્રસિંહ સિંધવ અને પીએસઆઇ એસ.પી.જાડેજાના શબ્દોમાં જ સમગ્ર ઘટનાક્રમ. પ્લેનમાં દિલ્હી પહોંચીને ગુજરાતીઓને બચાવનાર પીએસઆઇ જાડેજાએ હતુ કે, અમે મોડી રાત્રે ઠંડીમાં ટીમ સાથે પ્લેનમાંથી ઉતર્યા હતા અને ટેકનીકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમા દિલ્હીં એરપોર્ટ આસપાસમાં આવેલી ૩૦૦ કરતા વધારે હોટલને ખૂંદી વળ્યા હતા, અમારી ટીમને ૧૫ કિલોમીટર ચાલવું પડ્યું હતું. જાેકે અને પહોંચીએ તે પહેલાં આરોપી ફરાર થઇ ગયો હતોજ્યારે અમે ગોંધી રખાયેલા પરિવારો પાસે પહોંચ્યા ત્યારે તેઓ કઈપણ સમજવા કે બોલવાની સ્થિતિમાં ન હતા. અમે ગાંધીનગર પોલીસ છીએ કહેતાં જ તેઓ બચી ગયાના ભાવ સાથે ચોટી ગયા હતા. દિલ્હીની હોટેલમાં ૨૨ દિવસ સુધી ગોંધી રખાયા હોવાથી તેઓને એ હદે ટોર્ચર કરાયા હતા કે તેઓ હોટલના સ્ટાફ સાથે પણ વાત નહોતા કરતાં. એક જ રૂમમાં ૨૨ દિવસ બેસી રહેલાં પરિવારોને માનસિક રીતે સ્વસ્થ્ય થતાં સમય લાગ્યો હતો. પરિવારો સાથે અમારી ટીમના બે લોકોને બેસાડીને અમે ફરીથી આરોપીને પકડવા દોઢ કિલોમીટર એરપોર્ટ આસપાસની હોટલોમાં ફર્યા હતા, પરંતુ આરોપી ભાગી ગયો હતો. મુખ્યમંત્રી સાહેબની સીધી સુચના મળી હતી કે લોકો ફસાયેલા છે તમારી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે, માટે જે કઈ પણ કરવું પડે તે કરો. જેને લઇને મેં એલસીબીને સમગ્ર મુદ્દે તપાસ કરવા કહ્યું હતું. જેમાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે લીડ મળતાં અમારી ટીમ અહીંથી રવાના થઈ હતી. અમને હતું કે માત્ર ૭-૮ લોકો જ હશે પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ૧૫ લોકો મળી આવ્યા હતા. હું અહીં રહીને જ્યારે પીઆઈ સિંધવે ઘરે જ બેસીને સમગ્ર ઓપરેશન લીડ કર્યું હતુ. ત્યાં પહોંચી લોકોની આપવીતી સાંભળીને અમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેઓને દિલ્હી પહેલાં કોલકત્તા રખાયા હતા ત્યારે હથિયારધારી લોકો પહેરો ભરતાં હતા. તેઓને ડરાવી-ધમકાવીને ઘરે ફોન કરાવીને પૈસા મંગાવાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *