અમદાવાદ
ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે. અમદાવાદમાં ખાસ વિકેન્ડ વિન્ડો દ્વારા સાન્તા વિલેજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનું સૌથી ઊંચું ૩૦ ફૂટ ઊંચું ક્રિસ્મસ ટ્રી મુકવામાં આવ્યું છે. જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાંતા વિલેજમાં બાળકોને નવો અનુભવ કરાવવા માટે વાઈટ ફોરેસ્ટ, સ્ટાર ગેજીંગ અને પેટિંગ ઝુ પણ બનાવવામાં આવ્યું છે. અમદાવાદીઓ પહેલાથી જ કઈંક નવું જાેવાનું પસંદ કરે છે અને વિકેન્ડ વિન્ડો અવનવી વસ્તુઓ શહેર માટે લાવવા માટે વખણાય છે. ત્યારે ૨૦૨૨ના વર્ષની સમાપ્તિના પર્વે લેવિશ ગ્રીન્સ, સિંધુ ભવન ખાતે ૨૩ થી ૨૫ મી ડિસેમ્બર દરમિયાન સાન્તા વિલેજનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના બાળકોએ અત્યાર સુધી ન જાેયેલ એક્સપિરિયન્સ આપવાના હેતુસર અમે સાન્તા વિલેજ નું આયોજન કર્યું છે. ૩૦ ફિટના સૌથી ઊંચા ક્રિસ્મસ ટ્રીની સાથે આ ઇવેન્ટમાં નાના નાના ક્રિસ્મસ ટ્રી લઈને વાઈટ ફોરેસ્ટનું નિર્માણ કર્યું છે, જે બાળકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. અમદાવાદની આસપાસ ક્યાંય બાળકોને જંગલ જાેવા મળતો નથી. તેથી તેમને અહીંયા નવું અનુભવ થશે. જાેકે આજકાલ ઝૂનું કન્સટન્ટ ખુબજ ઓછું છે. આ ઇવેન્ટમાં એક નાનકડા ઝૂનું નિર્માણ કર્યું છે. જેમાં નાના નાના પ્રાણીઓ મુખ્ય છે. જેમની સાથે બાળકો રમી શકે. ૨૩મી ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રી છે. જેમાં બાળકોને એસ્ટ્રોનોમીને ધ્યાનમાં રાખીને સ્ટાર ગેજીંગ દેખાડવામાં આવશે. જ્યા બાળકોને મનોરંજનની સાથે શિક્ષણ પણ મળી રહેશે. વિકેન્ડ વિન્ડોના આયોજકે જણાવ્યું કે “અમદાવાદના બાળકોએ અત્યાર સુધી ન જાેયેલ એક્સપિરિયન્સ આપવાના હેતુસર અમે સાન્તા વિલેજનું આયોજન કર્યું છે. ૩૦ ફિટના અમદાવાદના સૌથી ઊંચા ક્રિસ્મસ ટ્રીની સાથે અમે આ ઇવેન્ટમાં નાના નાના ક્રિસ્મસ ટ્રી લઈને વાઈટ ફોરેસ્ટ નું નિર્માણ કર્યું છે. જે બાળકોને ખુબજ ગમશે એની અમને ખાતરી છે, કારણ કે અમદાવાદની આસપાસ ક્યાંય બાળકોને જંગલ જાેવા મળતો નથી. તેથી તેમને અહીંયા નવું અનુભવ થશે. હાલ આજકાલ ઝૂનું કન્સેપટ ખુબ જ ઓછું છે ત્યારે અમે આ ઇવેન્ટમાં એક નાનકડા ઝૂનું નિર્માણ કર્યું છે. જેમાં નાના નાના પ્રાણીઓ મુખ્ય છે. જેમની સાથે બાળકો રમી શકે. ૨૩મી ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રી છે. જેમાં બાળકોને એસ્ટ્રોનોમીને ધ્યાનમાં રાખીને સ્ટાર ગેજીંગ દેખાડવામાં આવશે. જ્યાં બાળકોને મનોરંજનની સાથે શિક્ષણ પણ મળી રહેશે.