Gujarat

વિદ્યાર્થીને ખેંચની બીમારીના ઓપરેશન માટે ૪ લાખ એકઠા કરવા ધારાસભ્યએ મદદ કરી

સુરત
રાજકોટના સિસક ગામના મૂળ વતની અને વરાછાની ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ઠુંમર રત્નકલાકાર છે, જેમનો પગાર ૧૫ હજાર છે. તેમના પત્ની ભગવતીબેન સાડીઓમાં સ્ટોન લગાવવાનું ઘરે કામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરો તીર્થ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે, પરંતુ તેને છેલ્લાં ૧૨ વર્ષથી ખેંચની બીમારી છે. સુરતના ડોક્ટરે કહ્યું કે ‘કેરળની હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડશે. જાેકે તેનો ખર્ચ ૩.૫૦ લાખ થાય એમ છે. આમ, છેલ્લાં ૪ વર્ષથી તીર્થનું ઓપરેશન થઈ શક્યું ન હતું. સોશિયલ મીડિયા કેમ્પેઈનથી ૪ કલાકમાં ૩.૯૪ લાખ રૂપિયા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ ૧૦ રૂપિયાથી માંડીને ૫૧ હજાર સુધીની સહાય કરી હતી. તીર્થને ખેંચની બીમારી હોવાથી ઓપરેશન માટે મદદની જરૂર છે. આવો મેસેજ વાઇરલ થતાંની સાથે જ લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો, જેમાં કાંતિ રાખોલિયાએ ૫૧ હજાર, ભરત શાહે ૫૧ હજાર, ભરત જસાણીએ ૨૧ હજાર અને સંસ્કાર દીપ સ્કૂલના સુરેશ ગોટીએ સ્કૂલ ફી માફ કરી હતી. સોસાયટીના સભ્યોએ કુલ ૬૭ હજાર રૂપિયાની મદદ કરી હતી. ‘મારા ધ્યાનમાં આવ્યું કે તીર્થ ઠુંમરના પિતાજીને કમાણી ઓછી થઈ રહી છે અને ઘરમાં રૂપિયા ન હોવાને કારણે ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં દીકરાનું ઓપરેશન કરાવી નથી શકતાં. એટલે તરત જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. લોકોએ મદદ માટે ધોધ વહેવડાવ્યો. ઓપરેશન માટે ૩.૫૦ લાખ રૂપિયાની મદદની જરૂર છે. ૩.૯૪ લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે.’વરાછા રહેતા ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં તિર્થને ખેંચની બીમારી છે. કેરળમાં બ્રેઈનનું ઓપરેશન કરવા માટે ૩.૫૦ લાખની જરૂર હતી. જાેકે તેના પિતાનો પગાર માત્ર ૧૫ હજાર હોવાથી ૪ વર્ષથી ઓપરેશન થઈ શક્યું નહોતું. માજી ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે કેમ્પેન ચલાવતાં લોકોએ માત્ર ૪ કલાકમાં ૩.૯૪ લાખ સહાય કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *