Gujarat

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મામલતદાર કચેરી,અમરેલી ખાતે  મુલાકાત કરી નાગરિકો સાથે સંવાદ કર્યો

ધારાસભ્યશ્રીઓએ આધારકાર્ડ, જનસેવા, ઈ –ધરાને લગતી કામગીરી ઝડપી બને તે માટે ઉપયોગી સૂચનો કર્યા
અમરેલી તા.૨૧ ડિસેમ્બર,૨૦૨૨ (બુધવાર) ગુજરાત રાજ્ય સરકાર સતત અને અવિરત વિકાસલક્ષી કાર્યોને ગતિ આપી રહી છે. નવનિયુક્ત સરકારે દરેક જિલ્લામાં જનહિતલક્ષી કાર્યો ખૂબ ઝડપી, ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ રીતે આગળ ધપે તે માટે કમર કસી છે. અમરેલી જિલ્લામાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ કામગીરીની શરુઆત કરી દેવામાં આવી છે. આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા,  ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મામલતદાર કચેરી, અમરેલી ખાતે રુબરુ મુલાકાત કરી હતી અને નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. ધારાસભ્યશ્રીઓએ આધારકાર્ડ, જનસેવા, ઈ–ધરાને લગતી કામગીરી ઝડપી બને તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221221-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *