દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના વતની પાલભાઈ આંબલિયા કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને ખેડૂતોનાં પ્રશ્નો માટે સક્રિય રીતે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના દ્વારા આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ૮૨- દ્વારકા, કલ્યાણપુર બેઠક માટેની દાવેદારી વ્યક્ત કરવામાં આવી છે. પાલભાઈ આંબલીયા વર્ષ ૧૯૯૮-૯૯થી એન.એસ.યુ.આઈ.માં જાેડાયા ત્યારથી વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રશ્નો અંગે અનેક આંદોલન કર્યા છે. તેઓએ એન.એસ.યુ.આઈ.માં રાષ્ટ્રીય કક્ષાએ સાત વર્ષ કામ કર્યું છે. જેમાં વિવિધ ૨૮ રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ૨૦૧૯માં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન બન્યા હતા. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે તેઓ ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ લડત કરતા રહ્યા છે. જેમાં મુખ્ય બાબતો ટેકાના ભાવે મગફળી, ખરીદી કૌભાંડ, તુવેર કૌભાંડ, બારદાન કૌભાંડ, ખાતર કૌભાંડ, ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી કૌભાંડ, પાકવીમા યોજના કૌભાંડ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કૌભાંડમાં પાલભાઈ આંબલિયા અને તેની ટીમ દ્વારા ઉજાગર કરાઈ હતી અને ખેડૂતોનો વિશ્વાસ જીત્યો છે. દ્વારકા જિલ્લામાં પાલભાઈ આંબલિયાએ ખેડૂતોના નાના-મોટા અનેક પ્રશ્નો બાબતે સતત જાગૃત રહી, દરેક પ્રશ્નોનો ગહન અભ્યાસ કરી, લગત વિભાગને રજૂઆતો, આંદોલન કરી ખેડૂતોના હક્ક અને અધિકાર અપાવ્યા છે. પાકવીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ કે દુષ્કાળગ્રસ્ત બાબત હોય, પી.જી.વી.સી.એલ.નાં પ્રશ્નો હોય, જમીન સંપાદનના પ્રશ્નો હોય, ખાનગી વીજ કંપનીઓ દ્વારા દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં પોલ ઉભા કરવા સામે લડત હોય કે વીંડફાર્મ કંપનીઓ સામેની લડત હોય. ખેડૂતોના દરેક પ્રશ્નોને પાલભાઈએ હંમેશા ખેડૂતોના માટે સતત લડતા રહ્યા છે. પાલભાઈ આંબલિયા જે મુદ્દે લડત હાથમાં લીધી તેમાં સાંગોપાંગ સફળ રહ્યા છે. દરેક લડતમાં જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી તેઓ સતત જજુમતા રહ્યા છે. પાલભાઈ આંબલિયાના આંદોલનમાં સૌથી મોટી વાતએ હોય છે કે, તેમાં લોક ભાગીદારી હોય છે. પાલભાઈ જે પ્રશ્ન હોય તેની સંપૂર્ણ કાયદાકીય, આંકડાકીય માહિતી સાથે અધિકારી સાથે ચર્ચા કરવા બેસે ત્યારે અધિકારી પાસે પણ પાલભાઈ આંબલિયાના સવાલોના જવાબ ન હોય તેવું ઘણી વખત બન્યું છે.


