દર મહિનાના ત્રીજા શનિવાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ યોજવામાં આવે છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા હાલ આદર્શઆચારસંહિતા અમલમાં છે. જે મુજબ હાલ આદર્શઆચારસંહિતા અમલમાં હોય નવેમ્બર માસની ઉકત બન્ને બેઠકો મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સંબંધિતે નોંધ લેવા નિવાસી અધિક કલેકટર જૂનાગઢ જિલ્લાની એક યાદીમાં જણાવાયું છે.
