ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષના નેતાના પિતા નું દુઃખદ અવસાન બાદ આજે સુખરામ રાઠવા ના નિવાસ સ્થાન એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જામલી મુકામે બેસણું નો કાર્યક્રમ હતો. આ દુઃખદ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અચાનક છોટાઉદેપુર ના કાર્યક્રમ પુરો કરી કવાંટ ના જામલી ખાતે આવી પહોંચ્યા હતા અને વિપક્ષ નેતા અને તેમના પરિજનો ને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બેસણામાં હાજર કોંગ્રેસી પીઢ નેતા અને છોટાઉદેપુર મત વિસ્તાર ના ધારા સભ્ય એવા મોહનસિંહ ભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે 55 વર્ષ અને 18 મુખ્ય મંત્રી સાથે કામ કર્યુ પણ આવા લાગણીશીલ મુખ્ય મંત્રી જોયાં નથી તેમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતા એક ધારા સભ્ય અને વિરોધ પક્ષના નેતા ને ત્યા તેમના પિતા ના અવસાન બાદના બેસણામાં હાજરી આપી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


