Gujarat

વિવિધ કેટેગરીમાં ઇનામોની વણઝાર- ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ,  દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૫ લાખ, ૩ લાખ અને ૧.૫ લાખ ઇનામ અપાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જૂનાગઢ જિલ્લામાં યોજાનારી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ માટે ૪૯૫૩૦ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે,  જેમાં ધો.૯ થી ૧૨ના વિધાર્થીઓ, વાલીઓ,  શિક્ષકો, આચાર્યો ભાગ લઇ શકશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જલ્પા કયાડાએ જણાવ્યું છે. વધુને વધુ લોકોને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ ભાગ લેવા જિલ્લા કલેકટરશ્રી રચિતરાજનો અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાજેતરમાં દેશની સૌથી મોટી ૭૫ દિવસ સુધી રાજ્યભરમાં ચાલનારી ક્વિઝનું ઉદઘાટન કર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મદિવસ તા. ૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે. જેમાં સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી કરાશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો વિદ્યાર્થીઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લેનારા અન્ય પ્રજાજનોને પણ પ્રવાસનો લાભ અપાશે.

સમગ્ર સ્પર્ધા દરમ્યાન રૂ. રપ કરોડથી વધુ રકમના ઇનામો આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝમાં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના,  કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના પ્રજાજનો પણ ભાગ લઇ શકે. રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે. અને રાજ્યના પ્રજાજનોમાંથી ૭૫૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે

ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ,  દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૫ લાખ, ૩ લાખ અને ૧.૫ લાખ ઇનામ આપવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે ૩ લાખ, ૨ લાખ અને ૧ લાખ ઇનામ આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ,   દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ,  ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧.૫૦ લાખ વધુ વિજેતાઓના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષ દરમ્યાન સાયન્સ સિટીની વિનામૂલ્યે સ્ટડી ટૂર કરાવાશે. જિલ્લા કક્ષાએ યોજાનારી ક્વિઝના ૮૨૦ વિધાર્થીઓ અને ૪૧૦૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ બે દિવસ પ્રવાસનો લાભ અપાશે.રાજ્ય કક્ષાએ યોજાનારી ક્વિઝના ૧૫૦ વિધાર્થીઓ અને ૭૫૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ ત્રણ દિવસ પ્રવાસનો લાભ અપાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *