અરજદાર રાજેશભાઇ ડોડીયા ચોરવાડ પો.સ્ટે. વિસ્તારમાં તેમના પરીવાર સાથે રહેતા હોય અને તા. ૦૪/૦૨/૨૦૨૧ના રોજ *તેમના પીતાશ્રી ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહેલ. તેઓ મોબાઇલ ફોન પણ રાખતા ન હતા આજુબાજુ તપાસ કર્યા બાદ પણ કોઇ પતો ના લાગતા તે અને તેમનો પરીવાર ખૂબ ચીંતામાં સરી પડી ગયા હતા,* તે સમય દરમ્યાન તેમના કોઇ સબંધી દ્રારા ફક્ત એટલી માહિતી મળેલ કે મેરામણભાઇ સાંજે ૫ વાગ્યે જૂનાગઢ બસ સ્ટેન્ડ બાજુ જોવા મળેલ હતા. રાજેશભાઇ રાત્રે ૧૧ વાગ્યે તાત્કાલીક જૂનાગઢ ખાતે આવી અને આ બાબતની જાણ જૂનાગઢ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા ગુમ થયેલ મેરામણભાઇને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે…_
જૂનાગઢ હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કો. ચેતનભાઇ સોલંકી, સંજય સિંહ રાઠોડ, ચેતનસિંહ સોલંકી, એન્જી. કપીલ ઘુસર, રીયાઝ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં મેરામણભાઇ સાંજે ૫.૩૦ વાગ્યે બસ સ્ટેન્ડ બહાર જોવા મળેલ. મેરામણ ભાઇ કોઇ અન્ય જગ્યાએ જવા સારૂ ઇકો ફોર વ્હીલમાં બેસતા હોવાનુ CCTV CAMERAમાં નજરે પડેલ. તે CCTV ફૂટેજ આધારે ઇકો ફોર વ્હીલના નંબર GJ 11 BR 9704 શોધી કાઢવામા આવેલ હતા.* પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ઇકો ફોર વ્હીલ ચાલકનો સંપર્ક કરતા જણાવેલ કે તેઓએ મેરામણભાઇને રાજકોટ સુધી પેસેન્જર તરીકે બેસાડેલ હતા, અને રાત્રે ૮ વાગ્યે તે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયેલ હતા, *ઇકો ફોરવ્હીલ ચાલક સાથે વધુ વાતચીત કરતા જણાવેલ કે મેરામણભાઇ દ્રારા સારંગપુર જવા માટે વાહન ક્યાથી મળશે તેવી પૂછપરછ કરેલ હતી. પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને તેમની ટીમને અથાગ મહેનતના અંતે તે કડી મળેલ.* તેના આધારે તેમનો પરીવાર તાત્કાલિક મેરામણ ભાઇ પહોંચે તે પહેલા સારંગપુર પહોંચી ગયો *અને સવારે ૭ વાગ્યે મેરામણ ભાઇનો ભેટો તેમના પરીવાર સાથે સારંગપુર મંદિરમાં જ થઇ ગયેલ અને ભરત મીલાપના દ્રશ્યો સર્જાયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના ઘરના મોભી વ્યક્તિને ગણતરીની કલાકોમાં સહિ સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રાજેશભાઇ અને તેમના પરીવારે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને ગણતરીની કલાકોમાં શોધી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર