Gujarat

વિસનગરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

વિસનગર
મહેસાણાના વિસનગર શહેર નજીક ગામમાં રહેતી સગીરા મોટા બાપાના ઘરે જઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. જે સુધી પરત ન ફરતાં તેણીના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન તેમની દીકરીને હસનપુર ગામના મોટા ઠાકોરવાસમાં રહેતો ઠાકોર મિતેષજી ભરતજી નામનો શખ્સ લલચાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમની શોધખોળ દરમિયાન સગીરા ઇડરથી મળી આવી હતી. સગીરાની પૂછપરછ કરતાં તેણીનું અપહરણ કરી ગામની સીમમાં ખેતરમાં દુષ્કર્મ ગુજારી ઇડર લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. આથી સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં મિતેષજી ઠાકોર વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો મુજબ ફરિયાદ નોંધાવી હતી.વિસનગર તાલુકાના હસનપુર ગામનો યુવક ૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગામની સીમમાં લઇ જઇ ખેતરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *