મહેસાણા
વિસનગર પાસે આવેલા કુવાસણા ગામમાં ધૂળેટીના દિવસે ગામમાં ઠાકોર અને અન્ય સમાજના ઉકરડાની જગ્યા પર પટેલ સમાજની વાડી બનાવવાનો મામલો ઉગ્ર બન્યો હતો. જેમા ઠાકોર સમાજે જમીન આપવાની ના પાડી હતી. આ મામાલે ગામના પટેલ સમાજે ઠાકોર સમાજનો બહિષ્કાર કર્યો હતો. જેમાં ગામમાં વસતા ઠાકોર સમાજને ગયો ભેંસો બાંધવાની જગ્યા ન આપવી, મજૂરી પર ન લઇ જવા, ખેતરમાંથી ઘાસ ન લેવા દેવું, ઘંટી પર અનાજ ન દળવું વગેરે આ તમામ મુદ્દે ગામમાં વસતા પટેલ સમાજે ઠાકોર સમાજનો બહિષ્કાર કર્યો હોવાનો આક્ષેપ ઠાકોર સમાજે કર્યો હતો. આ મામલે કુવાસણા ગામના ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં શહેરના બજરંગ ચોક એકઠા થયા હતા અને જંગી રેલી યોજી જતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને મહિલાઓ જાેડાઈ હતી, ત્યારબાદ મામલતદાર કચેરી સુધી રેલી યોજી આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. મામલો ઉગ્ર ન બને એ માટે પોલીસ કાફલો પણ વિસનગર શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો. કુવાસણા ગામમાં જે ગરીબ પરિવાર પર ઘટના બની જે મામલે સરકારને રજૂઆત કરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે કડકમાં કડક એક્શન લેવામાં આવે. જાે એક્શન લેવામાં ક્યાંય ભીનું સંકેલાયું કે ગંભીરતાથી લીધા વગર આંખ આડા કાન કર્યા તો સાંખી નહીં લઈએ. કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ જિલ્લા મથકે રજૂઆત કરીશુ. આવનારા સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર ઉતરવું પડશે તો પણ ઉતરશું. આ મામલે સમાધાન કરી દેવામાં આવ્યું છે. બંને પક્ષની જે સમસ્યા હતી તેનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. ગામમાં પણ ઠાકોર સમાજને જરૂરિયાત વાળી ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે, પરંતુ હાલમાં આવનારી ચૂંટણીઓ અને ગામની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ એક રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. જાેકે. હકિકતમાં જે પ્રકારે ઠાકોર સમાજ રેલી યોજી પોતાની માંગ કરી રહ્યા છે, તે મામલે ગામમાં તમામ પ્રકારની ચીજવસ્તુઓ આપવામાં આવી જ રહી છે અને પણ સમાધાન કરી દેવામાં આવ્યું છે. અમારા ગામમાં ઠાકોર સમાજના તમામ લોકોને અમે દરેક ચીજવસ્તુઓ આપી જ રહ્યા છીએ. આ મામલે સમાધાન પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર આ મામલાને રાજકીય રૂપ આપી મોટો મુદ્દો બનાવી રહ્યા છે.વિસનગરના કુવાસણા ગામમાં ઠાકોર થતા અન્ય સમાજના ઉકરડાની જગ્યા પર પટેલ સમાજની વાડી બનાવવાના વિવાદવમાં ધુળેટીના દિવસે જૂથ અથડામણ થઈ હતી. જેમાં પટેલ સમાજના લોકોએ ઠાકોર સમાજનો બહિષ્કાર કર્યો હોવાના આક્ષેપ સાથે વિસનગરમાં ઠાકોર સમાજ એકત્રિત થયો હતો અને જંગી રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જાેકે, સામાપક્ષે પટેલ સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, આ મામલે સમાધાન થઇ ગયું છે. આ મામલાને રાજકીટ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
