Gujarat

વિસનગરમાંથી ગાંજા સાથે પકડાયેલ પિતા-પુત્રના ૮ દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા
વિસનગરના મસ્તાનનગરમાંથી બાતમીના આધારે એસ.ઓ.જીએ ૧ લાખ ૩૮ હજાર ૯૪૦ કિંમતનો ૧૩ કિલો ૮૯૪ ગ્રામ ગાંજા સાથે ફકીર તજમોહમદ ઉર્ફ તાજીયો ટિફિન જાનમોહમ્મદ થતા ફકીર જાનમોહમ્મદ ઉર્ફ જાનું ને ઝડપી લીધા હતા. બંનેના ૧૨ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે આગામી સોમવાર સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. પોલીસે આરોપીઓ કેટલા સમયથી ગાંજાનો વેપાર કરતા હતા? ગાંજાે ક્યાંથી લાવતા હતા? ક્યાં વેચવા જતા હતા? આ વેપારમાં હજુ કોણ કોણ સંડોવાયેલા છે સહિતના મુદ્દે તપાસ પોલીસે શરૂ કરી છે.મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગરના સવાલા દરવાજા પાસે મસ્તાનનગરમાંથી રૂ ૧ લાખ ૩૮ હજાર ૯૪૦ના ગાંજા સાથે પકડાયેલા પિતા-પુત્રને પોલીસે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

File-01-page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *