વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલે તા.૯/૭/૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, માંગરોળ, માનખેત્રા, લોએજ, જુની ચાંવડ અને લેરિયા ખાતે ગ્રામજનો આવકારશે.
ગુજરાત સરકારની ૨૦ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની નેમ સાથે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલ તા.૯-૭-૨૦૨૨ના રોજ વિસાવદર શહેર, જુની ચાંવડ, માંગરોળના માનખેત્રા અને માંગરોળ શહેરમાં સવારે ૯ કલાકે અને વિસાવદરના લેરિયા તથા માંગરોળના લોએજ ગામે સાંજના ૪:૩૦ કલાકે આવી પહોંચશે.
આ યાત્રાના માધ્યમથી જનહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરવાની સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
