રિપોર્ટર મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવામાં આવ્યું હતું કે રાજયના ખેડૂતો માટે આપવામાં આવતો વીજ પુરવઠો છ ક્લાક કરવા માં આવેલ છે. પરંતુ હાલમાં ખેડુતોના ખેતરોમાં ઉનાળા પાક જેવા કે બાજરો,શાકભાજી, શેર માટેના પાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ખોરના તળ ઉંડા જવાથી એક થી દોઢ નું જ પાણી મળી શકતું હોય છ કલાકમાં દોઢ વીઘા જેટલી જમીનમાં પિયત યઈ શકતું ન હોવાથી હાલ ખેડુતોની દયાજનક પરિસ્થિતી ઉભી થવાથી જે તે વીજ પુરવઠો આપવામાં આવે છે તે પણ તુટક તુટક આપવામાં આવે છે પુરવઠો આઠ કલાક કરી સળંગ આપવામાંઆવે તેમ કિસાન સંઘના વીજ ખેડતોની માંગણી હોય તાત્કાલીક ઘટતુ કરવા વિનંતી કરતો આવેદનપત્ર કઠલાલ મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યો.


