Gujarat

વીજકર્મી બની બે ઈસમો ૧૫ હજાર લઈ છુમંતર થયા

મોરબી
હળવદના રણછોડગઢ ગામે સમતાબેન દલસાણીયાના ઘેર બે વીજ કર્મચારીઓ ગયા હતા અને વીજબીલના બાકી નીકળતા ૨૫ હજાર આપવા જણાવ્યું હતું. જાે કે, ઘરે કોઈ પુરુષ હાજર ન હોઈ મહિલાએ પુરુષ આવ્યે બિલ ભરવા આજીજી કરી હતી. જેમાં અડધી રકમ આપો તો થાંભલેથી કનેક્શન કાપશું નહિતર ઘરનું મીટર ઉતારી નાંખશું તેવું જણાવતા મહિલાએ અજુબાજુમાંથી ગમે તેમ કરી ૧૫ હજાર રોકડા આપતા કહેવાતા વીજ કર્મી ૧૫ હજાર લઈ થાંભલેથી છેડા કાપી જતા રહ્યા હતા. વધુમાં પોતાનું નામ પરેશ હૂંબલ હોવાની જણાવી આ વીજકર્મીએ મહિલાના પરિવાર સાથે વાત કરી હોઈ મહિલાનો પુત્ર ઘરે આવતા જ બાકીના પૈસાની વ્યવસ્થા કરી ચરાડવા વીજ કચેરીએ પૈસા ભરવા ગયો હતો. જ્યાં ૧૫ હજાર રૂપિયા વીજકર્મી લઈ ગયા હોઈ બાકીના ૧૦ હજાર જમા કરવા કહેતા જ સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો. તેમજ વીજ કચેરીમાં પૈસા જ જમા ન થયા હોઈ પુરા પૈસા જમા કરવા જણાવાયું હતું. બીજી તરફ દલસાણીયા પરિવાર સાથે છેતરપિંડી થઈ હોવાનું અને વીજ કર્મીની ઓળખ આપી નાણાં લઈ જનારાઓએ મહિલા સાથે અભદ્ર વર્તન કરવા અંગે મહિલાના પુત્ર હિતેશભાઈ દલસાણીયાએ હળવદ પોલીસ મથકમાં વીજકર્મી તરીકે ઓળખ આપનાર વ્યક્તિના મોબાઈલ નંબર સાથે અરજી રૂપે ફરિયાદ કરી હતી. હાલમાં આ પરિવારને અંધારે રહેવા મજબુર બનવું પડ્યું છે.હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વીજબીલની બાકી રકમ વસુલવાના નામે બે ઈસમોએ રૂપિયા ૧૫ હજાર રોકડા લઈ જઈ થાંભલેથી વીજ જાેડાણ કાપી નાખ્યું હતું. જેથી પરિવાર બીલની બાકી રકમ ભરવા ચરાડવા વીજ કચેરીએ જતા છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું. મજૂરીકામ કરતા આ પરિવારે આ અનોખી છેતરપિંડી મામલે હળવદ પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ કરી છે. હાલ આ પરિવાર અંધારે રહેવા મજબુર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *