સુરત
વીર નર્મદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સૂચના આપતા કહ્યું છે કે, પરીક્ષા શરૂ થવાના ૧૦ મિનિટ પહેલા લોગઇન થવાનું રહેશે અને પાછળના એક કલાકમાં પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા શરૂ થયાના મોડામાં મોડું ૨૦ મિનિટ સુધીમાં લોગઇન કરવાનું રહેશે અને તે પછી લોગઇન થઈ શકશે નહીં. પરીક્ષામાં મોડા લોગઇન કરનારા વિદ્યાર્થીઓને પાછળથી સમય આપવામાં આવશે નહીં.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તેમજ અન્ય સ્ટાફ મળી કુલ ૨૦ જેટલા લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે. ત્યારે યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્ષોની રેગ્યુલર પરીક્ષાની તારીખ જાહેર કરી દેતાં આશ્ચર્ય ફેલાયું છે. જાહેર કરાયા પ્રમાણે પરીક્ષા ૨૭ જાન્યુઆરીથી શરૂ થશે. જાે કે, ઓનલાઇન પરીક્ષા પહેલાં યુનિવર્સિટીએ મોક ટેસ્ટ લેવાનો ર્નિણય કર્યો છે અને તે ૧૨ જાન્યુઆરીએ લેવામાં આવશે. અહીં વાત એવી છે કે શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો રહ્યો છે. તેવામાં જ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આદેશ કર્યો છે કે મોક ટેસ્ટ અને રેગ્યુલર ઓનલાઇન પરીક્ષાઓ કોલેજ કે ડિપાર્ટમેન્ટો પર જઇને આપવાની રહેશે. મોક ટેસ્ટ વિદ્યાર્થીઓ ઘર પાસેની કોઇ પણ કોલેજથી આપી શકશે.
