Gujarat

વીરપુરની દિકરીને દિકરા સમકક્ષગણી હિસ્સો આપવા અદાલતનો હૂકમ

 

દાવો મંજૂર કરી પ્રતિવાદીએ કરેલા તમામ ટ્રાન્જેકશન રદ્દ કરવા ફરમાન

ધોરાજીમાં વસવાટ કરતાં અને જેનું પીયર વીરપુર (જલારામ) છે તેવા જય ગોપાલ કીરાણા ભંડારવાળા ભરતભાઈ વૈષ્ણવનાં માતા લાભુબેન તે મનજીભાઈ ઠાકરશીભાઈ બાલધાનાં પુત્રીએ પોતાનાં પીતાની વીરપુર સ્થીત સ્થાવર મીલકતો, જંગમ મિલક્તો માંથી પોતાનો હીસ્સો મળવાં ગોંડલ કોર્ટમાં સને-2000માં કેસ દાખલ કરેલ જે બાદમાં જેતપુર ટ્રાન્સફર થયેલ .

તે દાવામાં લાભુબેનનાં ભાઈઓ ભગવાનજીભાઈ તથા હરીભાઈ મનજીભાઈએ તેમજ તેનાં પુત્રો જેન્તીલાલ ભગવાનજી, રામજી ભગવાનજી, મગનલાલ હરીભાઈ, હરસુખ હરીભાઈએ સંયુકત મીલકત પૈકીની અમુક જમીન ગેરકાયદે મુકતાબેન રામજીભાઈ પાંચાણીને તથા તે બધાએ મનસુખ નાથા સોજીત્રા, રાજેશ પરસોત્તમ કાકડીયા તથા પ્રભાબેન જેન્તીભાઈ મેઘાણી વગેરે લોકોને કોર્ટનો હુકમ હોવા છતાં ગેર કાયદે વેચાણ કરેલ ત્યારબાદ વીરપુરનાં અમુક સ્થાનીક રાજકીય આગેવાનો અને ભષ્ટ સતાધીશો સાથે મીલીભગત કરી ગેરકાયદે રેવન્યુ રેકર્ડમાં પણ ચડાવી દીધેલ.

જે તમામ હકીકતો લાભુબેન વતી તેમનાં પતીએ પુરાવો આપી અદાલતનાં રેકર્ડ પર લાવેલ અને થયેલ તમામ દસ્તાવેજો કે જેમાં લાભુબેનનો હકક સમાયેલ તે તમામ દસ્તાવેજો પણ રેકર્ડ પર લાવેલ જેનો પુરાવો તથા લાભુબેન વતી તેમનાં એડવોકેટ ધોરાજીનાં સ્વ.આર.એસ.પટેલ તથા ચંદુભાઈ એસ.પટેલ. અને નયન આર.રંગોલીયાએ વીસ્તૃત દલીલો જે તે સમયે કરેલ અને બાદમાં ચંદુભાઈ પટેલે જેતપુરના પ્રીન્સીપાલ સીનીયર સિવીલ જજ ગૌસ્વામી સમક્ષ ઉચ્ચ અદાલતોનાં મંતવ્યો રજુ કરતાં જેતપુર કોર્ટએ વાદીનો દાવો મંજુર કરી પ્રતીવાદીઓએ કરેલા તમામ ટ્રાન્જેકશનો ગેરકાયદે ગણી રદ કરતો હુકમ ફરમાવેલ

અને તમામ મીલકતો મુળ ખાતેદારનાં નામે કરી વાદી લાભુબેનનો હીસ્સો મંજુર કરેલ અને જીલ્લા કલેકટરએ ગુજરનાર મનજીભાઈની તમામ મીલકતો માંથી લાભુબેનનો હીસ્સો અલગ કરાવી 90 દીવસમાં સોપાવી આપવો અને ત્યાં સુધી વાદગ્રસ્ત મીલકતો કોઈએ કોઈને ટ્રાન્સફર ગીરો કરવી નહી કે બોજો ઉભો કરવો નહી તેમજ વાદગ્રસ્ત સીમ જમીનનો દર વરસનો ઉપજ નીપજનો હીસાબ રાખી તેમાંથી પણ વાદીને તેમનો હીસ્સો ચુકવવો તેવો હુકમ ફરમાવેલ છે.આ કામમાં વાદી તરીકે ધોરાજીનાં એડવોકેટ ચંદુભાઈ એસ.પટેલ તથા નયનભાઈ રંગોલીયા રોકાયેલ હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *