બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું.
પ્રાચી તીર્થ
.. વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે રોડ પ્રાસલી ગામે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ બાઈકચાલક કમ કમાટી ભયુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ આજે વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે રોડ પ્રાસલી ગામે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું મૃતક યુવાન પ્રાસલી ગામે રહેતા રમેશભાઈ બટુકભાઈ વાળા ઉંમર વર્ષ 32 તે પોતાની સાઈન બાઈક લઈને પ્રાચી ખાતે કામ સબબ આવતા હોય ત્યારે કોડીનાર તરફથી વેરાવળ તરફ જતા ટ્રક ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા ટ્રક ની પાછળ આવતા બાઈક ચાલક થી ગાડી બ્રેક ન થતા બેલેન્સ ગુમાવતા ટ્રકના પાછલા જોટામાં ઘુસી જતા બાઇક ચાલક રમેશભાઈ ને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ બનાવવાની જાણ થતા જ આજુબાજુ વિસ્તારના લોકો એકઠા થયા હતા અને આ ઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતા આ મૃતક યુવાન રમેશભાઈ નેસંતાનમાં એક દીકરો અને અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે મુતક યુવાન રમેશ ભાઈ તેમના પરિવારમાં પોતે ખેત મજૂરી કામ કરીને ગુજન ચલાવતા હતા તેમનુ અકસ્માતમાં મોત થતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
મૃતક ની ફાઇલ તસ્વીર


