Gujarat

વેરાવળ તારીખ 15/07/2022 જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા સેવા સત્તા મંડળ ના ઉપક્રમે પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત સેલ્ફ ડિસિપ્લિન વિશે વેરાવળ ની શેઠ એમ પી ગર્લ્સ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો.

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
આ તકે તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ગીર સોમનાથ ના પેનલ એડવોકેટ આનંદ ડી. જોશીના જણાવ્યા મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ ના માર્ગદર્શન હેઠળ જાહેર જનતા ના લાભાર્થે પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે જે સંદર્ભે વેરાવળ પોલીસ વિભાગ તથા  તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ના નેજા હેઠળ વેરાવળ ની શેઠ. એમ પી ગર્લ્સ સ્કૂલમાં માં તારીખ 13/07/2022 ના રોજ સીટી.પી આઈ સુવામેડમ તથા પોલીસ વિભાગ નિ “સી” ટીમ ના સહયોગથી દીકરીઓને સેલ્ફ ડિસિપ્લિન તથા સેલ્ફ ડિફાઇન્સ સંદર્ભ સેમિનાર માં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં શેઠ. એમ પી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાને મળેલ માર્ગદર્શનને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે આયોજકોનો આભાર માન્યો હતો. આવા આયોજન માટે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ નો સંપર્ક કરવા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ નિ યાદી માં જણાવ્યું હતું..

IMG-20220717-WA0416.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *