Gujarat

વેરાવળ ના એસ.ટી ડેપો માં ન જેવા વરસાદ પડ્યો ત્યાં પાણી ના તળાવ  બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશ ગેટ પર જોખમી બમ્પ સાથે ખાડો બસ ને અવર જવર માં પણ જોખમ  

વેરાવળ માં આજરોજ ન જેવા વરસાદ પડ્યો ત્યા એસ.ટી ડેપો માં ઠેર ઠેર પાણી ના તળાવ જોવા મળેલ અને એસ.ટી તંત્ર ના સતાધીશો આ બાબતે કોઈ પણ પ્રકાર ની તસ્દી લેવામાં આવેલ ન હોય અને બસ સટેનડ ના ગેટ પાસે અંદર પ્રવેશ ગેટ પાસે જોખમી બમ્પ અને પાસે જ જોખમી ખાંડો જોવા મળે છે ત્યા ગંદા પાણી ના દ્રશ્ય જોવા મળે છે જેમાં બસ સટેનડ પર  અંદર
ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા નુ પ્રતિક હનુમાન મંદિર પણ આવેલ હોય ત્યારે આ બાબતે નગરપાલિકા તંત્ર  કે  એસ.ટી ના સતાધીશો ને ધ્યાન માં ન આવતા મુસાફરો ને તેમજ એસ.ટી ના કર્મચારી ને અને મંદિર દર્શન કરવા માટે ભાવિકો ને પણ મુશ્કેલી પડી રહી છે જેમાં વેરાવળ એસ.ટી ડેપો મા પ્રવેશદ્વાર ગેટ પાસે મોટો ખાડો પડી ગયો છું ત્યાથી પસાર થતી બસો ને પણ હેરાનગતિ થાય છે બસ મોટો જમ્પ મારી આ જગ્યાએથી પસાર થતી હોય છે ત્યારે અંદર મુસાફરો ના આરોગ્ય ને પણ તકલીફ પડતી હોય છે ત્યારે એસ ટી તંત્ર ના સતાધીશો આ બાબતે યોગ્ય કરી મરામત કરાવી ની તસ્દી લેવામાં આવેલ ન હોવાથી યાત્રીઓ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારી ની આંખ ઉઘડે અને આ બાબતે ધ્યાન માં લેવાય તો એસ.ટી બસો મા મુસાફરી કરતા મુસાફરો ને પણ રાહત મળી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *