ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાતી મા એક કહેવત છે “વ્યક્તિ ની વાતો કરતા તેનું કામ બોલે છે” અને આ કહેવત ને સિધ્ધ કરેલ છે વેરાવળ પ્રાંત કચેરીના શિરસ્તેદાર સઁદિપભાઈ મહેતાએ કે જે વર્ષોથી વેરાવળ ખાતે રેવન્યુ વિભાગ મા ખૂબ મહેનત અને ઈમાનદારી પૂર્વક પોતાના કામ ને ન્યાય આપેલ છે.
વેરાવળ શહેરમાં લાંબા સમય થી રેવન્યુ વિભાગ ના જુદા જુદા ભાગો મા કામ કરીને આ તાલુકા મા એક સક્રિય અને કુશળ કર્મચારી ની શ્રેષ્ઠ છાપ ઉભી કરવામાં સઁદિપભાઈ મહેતા સફળ થયા છે.અનેક વર્ગ એક ના સરકારી બાબુઓ સાથે કામગીરી કરીને પોતાની એક આગવી ઓળખ વેરાવળ તાલુકામાં તેમણે બનાવેલ છે.
સઁદિપભાઈ મહેતા એ ખૂબ મિલનસાર અને પોતાના સાથી કર્મચારીઓ સાથે હમેશા એક તાલ સાધીને સરકારી વિભાગમાં ખૂબ પ્રસન્સનીય કામગીરી કરેલ છે એટલું જ નહિ વિસ્તાર ના લોકોને પણ હમેશા મદદરૂપ થઈને લોકોના દિલોમાં એક અલગ છાપ ઉભી કરેલ છે.હાલ તેમની મામલતદાર તરીકે બઢતી થઈને સિદ્ધપુર પાટણ ખાતે બદલી થયેલ છે એટલે લોકોમા ખુશીની લાગણી પ્રસરેલ છે.
આ તકે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના કોંગ્રેસ નગરસેવક અફઝલ પંજા એ તેનું શાલ ઓઢાળી અને ફૂલહાર થી બહુમાન કરેલ હતું જેમાં વેરાવળ વ્યાપારી અગ્રણી દિનેશભાઇ રાયઠ્ઠા, શેખરભાઈ પંડયા અને હાજીભાઈ પંજા એ શુભેચ્છા આપેલ હતી.


