ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં તા.4/06/2022ના રોજ સવારે 9.00 કલાકેથી શ્રી અનુપમ પ્રાથમિક શાળા (જૂની નોબલ સ્કૂલ) શાહીગરા કોલોની, વેરાવળ ખાતે આઠમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર ની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે સરકાર ની યોજનાનો લાભ, સહાય તેમજ વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ પર જ યોગ્ય ઉકેલ લાવવા માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં આધારકાર્ડમાં ફેરફાર, રેશનકાર્ડમાં ફેરફાર, પોષણ સહાય યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સીટિઝન અને વિકલાંગ માટે બસ પાસ, જન્મ-મરણ તેમજ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરુ સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, પ્રોપર્ટી ટેક્સ, વિધવા સહાય વગેરે યોજનાઓમાં કોઈ સેવાની જરુરિયાત હોય તો શહેરીજનો સેવા સેતુ કેમ્પમાં હાજર રહી લાભ લઈ શકે છે.
