Gujarat

વેરાવળ માં  ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા  નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો 

અહેવાલ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ વેરાવળ દ્વારા શીવાનંદ મીશન વીરનગર ના સહયોગથી વ્યાયામ શાળા વેરાવળ ખાતે આજરોજ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 118 દર્દી ઓને તપાસી સારવાર આપવામાં આવી હતી તથા ઓપરેશન માટે 19 દર્દી ઓને સહયોગી સાથે વીરનગર લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓ ના ઓપરેશન કરી ત્રીજા દિવસે ફરીથી વેરાવળ પહોંચાડવામાં આવશે.આ દર્દી ઓને રહેવા, જમવા, ઓપરેશન,નેત્રમણી મુકવા સહીત ની તમામ વ્યવસ્થા વીના મુલ્યે કરવામાં આવેલ છે. કંપનીના પદાધિકારીઓ શ્રી અનિરુધસિંહ ઠાકોર તથા શ્રી દિનેશભાઈ ચાવડાએ કેમ્પની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કેમ્પનું આયોજન ટ્રસ્ટીશ્રી રજત ડે ના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *