Gujarat

વેરાવળ શહેરમા 6 વર્ષની માસુમ બાળકી એ રોજો  રાખી અલ્લાહ થી દુઆ કરેલ હતી કે ભારત દેશ નું દરેક વ્યક્તિ ખુશ રહે અને આ દેશ મા શાંતી અને ભાઈચારો સલામત રહે

 ગિરગઢડા ત
  ભરત ગંગદેવ…
રમઝાન મહિનામાં લોકો રોજા રાખી અલ્લાહની ખૂબ ઈબાદત કરતા હોય છે અને આ મહિના ના  30 રોજા એ વધુ મહત્વના હોય છે
રમઝાન મહિના ના 30 રોજા એ અલ્લાહ ની બન્દગી કરવા માટેના હોય છે ત્યારે આ દિવસે વેરાવળ શહેરમાં એક 6 વર્ષની માસુમ બાળકી આયેશા મોહશીન ખાન એ આ દિવસે અલ્લાહ ને ખુશ કરવા રોજો રાખી અલ્લાહની બન્દગી કરી હતી
આ ખાસ દિવસે આ માસુમ બાળક એ અલ્લાહ થી દુઆ કરી કે સમગ્ર દુનિયા મા આવતી દરેક આફતને અલ્લાહ નાશ કરે અને ભારત દેશને અલ્લાહ હમેશા ખુશહાલ કરે અને આબાદ કરે આજે  લોકો અનેક સમસ્યાઓ ને કારણે ખૂબ પરેશાન છે તો અલ્લાહ આ માસુમ બાળકની ઈબાદત કબૂલ કરે અને સમગ્ર દુનિયા અને ભરતભર ના લોકો ફરી એકવાર ખુશીથી અને સુકુન થી જીવે તેવી દુઆ આ માસુમ બાળકે કરી હતી.

IMG-20220509-WA0206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *