Gujarat

 વેરાવળ સિનીયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટનું સ્નેહમિલન સાથે 108 ના સ્ટાફનું સન્માન.

અહેવાલ : સોની હરેશભાઈ પી સતીકુંવર વેરાવળ
    વેરાવળ સિનીયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટનું તા.૧૩-૧૧ નારોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. તેમાં વેરાવળ પ્રભાસ પાટણ 108 એમ્બ્યુલન્સના ઇન્ચાર્જ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ યુવરાજ સિંહ ઝાલા તથા 108ના સ્ટાફનું સન્માન કરવામાં આવેલ.
જેમાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશયન સ્ટાફ ગોવિંદભાઈ ભગત,સ્મિતાબેન મકવાણા , શીતલબેન બારડ, કંચનબેન જાદવ તથા 108 ના પાઇલોટ ભરતભાઈ મેઘનાથી નીકુલભાઈ વાઢેર, ગૌતમભાઈ વાળા, સંદીપભાઈ કાછેલા, ઈસ્માઇલભાઈ ભાદરકનું સાલ તથા પુષ્પથી સન્માન કરવામાં આવેલ.
પ્રતિભાવમાં ભરતભાઈ મેઘનાથીએ જણાવેલ કે અમારું આવું સન્માન કયારેય થયું નથી.
    કવિ હાસ્ય કલાકાર ભાવેશભાઈ મહેતાએ હાસ્ય કવિતાઓ રજૂ સૌ સદસ્યોને આનંદ વિભોર કરેલ.સિનીયર સિટીઝનના બહેનો પ્રજ્ઞાબેન પુરોહિત, ધીરજબેન રતનપરા, આશાબેન પરમાર, કુંદનબેન પંચમતીય, અશ્વિનાબેન શાહ, જ્યોત્સનાબેન સૌ બહેનોએ ગીત, ભજન,દુહાની પ્રસ્તુતિ રજૂ કરેલ. તેમજ શૈલેષભાઈ શેઠે મુકેશના અવાજમાં સુંદર ગીત રજૂ કરેલ.
  ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી શ્યામલાલ નાથાણી, જે.બી.મહેતા   કિરીટભાઈ ઉનડકટ, અનિલભાઈ જી. પુરોહિત અરુણભાઈ પુરોહિત જહેમત બઠાવેલ.
   સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલ એમ.પુરોહિત દિપક ટીલાવતે કરેલ.
આભારવિધી સાથે સુંદર આયોજન કર્યું હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20221116-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *