Gujarat

વેરાવળના સુત્રાપાડા અને કદવારમાં પૂર્વ કેબિનેટમંત્રીજશાભાઈ બારડની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગતકરાયું

કુંવરબાઇનું મામેરૂ, મુખ્યમંત્રીમાતૃવંદના જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી
 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 સરકારના ૨૦ વર્ષનાવિકાસને જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે વંદે ગુજરાત રથ યાત્રાનું આયોજન કરાયુંછે. જે સંદર્ભે બીજા દિવસે વેરાવળ તાલુકાના સુત્રાપાડાના  નવદુર્ગા માતાજીના મંદિર પાસે તેમજ કદવાર ગામેવંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુત્રાપાડામાંપૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વિકાસરથયાત્રાને ઉલ્લાસભેર આવકારી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વન નેશન, વન રેશનલાભાર્થીઓને કીટ, આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ, કુંવરબાઇનુંમામેરૂ,મુખ્યમંત્રીમાતૃવંદના જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.  જ્યારે કદવારમાં પણ વિકાસ રથ યાત્રાનું ગ્રામજનોએઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.               આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસઅધિકારી  આર.કે.મકવાણા સહિત સરકારના જુદા-જુદા વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત લોકોનેયોજના અંગે માર્ગદર્શીત કર્યા હતા અને વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.આ તકેગામના સરપંચશ્રીઓ, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્ય  ઓ, અધિકારી  ઓઅને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

IMG-20220706-WA0767.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *