ગિરગઢડા
ભરત ગંગદેવ.
તા.23/2/22 રવિવાર ના રોજ ગીર સોમનાથ નાએ વડા મથક વેરાવળમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એક સમૂહ ખતના નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 123 જેટલા પરિવાર એ તેમના બાળકોની ખતના કરાવેલ હતી
આજના મોંઘવારી ના યુગમાં કુરિવાજો દૂર થાય અને જરૂરતમંદ વ્યક્તિ ના નાણા નુ બગાડ ના થાય અને તે આ રીતરિવાજ મા વપરાતા નાણા નું પોતાના બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પાછળ ખર્ચાય તે હેતુ થી આ સમૂહ ખતના નું આયોજન કરવામાં આવેલ હતું.સૌરાષ્ટ્રના પ્રખ્યાત ખલીફા હાસમભાઈ જુસબભાઈ ઉર્ફે પપ્પુ ભાઈ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી આ સમૂહ ખતના પ્રોગ્રામ ને સફળ બનાવેલ હતું
આ તકે સઁસ્થા ના પ્રમુખ મૌલાના આ.રજાક,ઉપ પ્રમુખ હાજી અલીમહમદ ખત્રી,હાજી ગફાર ખાન,હાજી આ.મજીદ દિવાન,હાજી યુસુફ દિવાન,અનવરભાઈ પટેલ,જાવેદ મૌલાના પટેલ,હાજી ભાઈ એલ.કે.એલ,ઇકબાલ બાનવા,હાજી રિયાઝ,અબ્બાસ પટેલ,હનીફભાઈ સરપંચ,ઈબ્રાહિમ બાસઠીયા,હાજીઇમરાન અલ્ટ્રા,મુફ્તી અહેમદ રઝા,હનીફ જીવા,,નગરસેવક અફઝલ સર એ હાજરી આપેલ હતી.
