Gujarat

વેરાવળમાં ૧૫૪ ગ્રામ ગાંજાનો જથ્થો સાથે જાહેરમાં ગાંજાે વેંચતો એક શખ્સ ઝડપાયો

ગીર સોમનાથ
સોરઠમાં વ્યાપક પ્રમાણમાં નશા દ્રાવ્ય પદાર્થોનું વેંચાણ અને હેરફેર થઈ રહી હોવાની જાેરશોરથી થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે થોડા દિવસો પહેલા જ જૂનાગઢની એસઓજી બ્રાંચની ટીમે વેરાવળના શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો રંગેહાથ ઝડપી લીધો હતો. એ સમયે પણ જિલ્લા મથક વેરાવળમાં પ્રતિબંધિત નશા દ્રાવ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યાની વાતો ઉઠી હતી. જે મહદઅંશે સાચી પણ સાબિત થઈ રહી છે. ત્યારે યુવાધનને બચાવવા માટે આવા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા જિલ્લા પોલીસે ડ્રાઈવ ચલાવવાની ખાસ જરૂર હોવાની લોકોમાંથી માંગ ઉઠી છે. વેરાવળમાં નશા દ્રાવ્યક પદાર્થોના વેંચાણ બાબતે વોચમાં રહેલી એસઓજી બ્રાંચને મળેલી બાતમીના આધારે મુખ્ય પોલીસ ચોકી નજીક આરબ ચોકમાંથી જાહેરમાં ગાંજાે વેંચતા શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી ૧૫૪.૯૪ ગ્રામ ગાંજાનો જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરેલ હતો. આ જથ્થો તેનો મિત્ર આપતો હોવાનું જણાવતા બંન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં નશા દ્રાવ્ય પદાર્થોની હેરાફેરી અટકાવી આવો જથ્થો ઝડપી લેવા માટે ઉપરથી આદેશ હોય જેને લઈ એલર્ટ પર રહેવા જિલ્લા પોલીસવડાએ આદેશ કર્યો હતો. જેને લઈ એસઓજી બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બ્રાંચને મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઈ સ્ટાફને સાથે રાખી વેરાવળમાં મુખ્ય પોલીસ ચોકી નજીક આવેલ આરબ ચોકમાં સૈયદ આલમશા એદરૂશાની દરગાહના દરવાજા પાસે દરોડો પાડી જાહેરમાં ગાંજા પદાર્થનું વેંચાણ કરી રહેલા પાસેથી માદક પદાર્થ ગાંજાે ૧૫૪.૯૪ ગ્રામનો જથ્થો તથા વજન કાંટો, મોબાઇલ મળી કુલ કી.રૂ.૭૫૮૯ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. બાદમાં પકડાયેલા શખ્સની પુછપરછ કરતા આ ગાંજાનો જથ્થો તેનો મિત્રએ આપતો હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે પોલીસે બંન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ. એકટ ૮ (સી), ૨૦(બી), ૧૧ એ., ૨૨ (એ), ૨૯ (૧) સહીતની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધી છે.

154-grams-of-marijuana-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *