સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આવતીકાલે શનિવાર છે. સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ભરાતી શનિવારી બજારને કોઈ યોગ્ય સ્થાને ફેરવી શનિવારી બજાર આરોગ્યપ્રદ અને સ્વચ્છ સ્થાને શિફ્ટ કરવા માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ક્યારે કરવામાં આવશે.? સાવરકુંડલા શહેરની નાવલી નદીના ગંદા પાણી અને ગંદકી વચ્ચે ભરાતી આ શનિવારી બજાર આરોગ્યપ્રદ સ્થળે ફેરવવામાં આવે તેવી વ્યવસ્થા કરીને સાવરકુંડલાના શહેરીજનોને આવી સમસ્યાથી કાયમી મુક્તિ મળે તેવા કોઈ વૈકલ્પિક સ્થળે ફેરવવાની ખૂબ જ આવશ્યકતા. છે. આ વિસ્તારમાં ભરાતી શનિવારી માર્કેટમાં લોકોની ખીચોખીચ હાજરી જોવા મળે છે. આવા ગંદકી યુક્ત વાતાવરણમાં તો અહીં મુલાકાત લેતાં લોકોના આરોગ્ય જોખમાય તેવું સ્પષ્ટ જોવા મળે છે. તો આ સત્તાધારી પાર્ટી દ્વારા સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે લોકમાંગ ઉઠવા પામી છે

