Gujarat

શબાના આઝમી બિલ્કિસ બાનો કેસ અંગે વાત કરતા રડી પડ્યાં

અમદાવાદ
બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારે ૧૧ ગુનેગારોને જેલમુક્ત કરાતા અનેક લોકોએ આનો વિરોધ કર્યો છે. અનેક સિલિબ્રિટિ, જાહેર જીવની વ્યક્તિઓ પણ આ મુદ્દે પોતાનું મંતવ્ય સોશિયિલ મીડિયા સહિત વિવિધ માધ્યમો થકી વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે વિતેલાં જમાનાના જાજરમાન અભિનેત્રી શબાના આઝમી પણ આ મુદ્દાને લઈને પોતાના નિવેદનથી ચર્ચામાં આવી ગયાં છે. હાલમાં જ બિલ્કિસ બાનો કેસ અંગે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કરતા શબાના આઝમી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. બિલ્કિસ બાનો કેસ અગં વાત તરતા શબાના આઝમીએ જણાવ્યુંકે, ‘ગુનેગારો છોડી મૂક્યા તે વાત પર શરમ અનુભવું છું છે, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી’ ગુનેગારોને જેલમુક્ત કર્યા બાદ તેમને હતું કે લોકોમાં આક્રોશ આવશે, પરંતુ કોઈએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો નહીં. શબાના આઝમીએ કહ્યું હતું કે, આ મહિલા સાથે ખુબ ખોટું થયું છે. તે હિમ્મત હાર્યા વિના પોતાની લડાઈ લડતી આવી છે. જાેકે આરોપીઓ જેલમુક્ત થયા તેનું દુખ છે. આરોપીઓને જેલમુક્ત કરવામાં આવ્યાં તે ર્નિણય સામે આપણે અવાજ ઉઠાવવો જાેઈએ. જે મહિલાઓ આ દેશમાં અસલામતી અનુભવતી હોય, તેમણે સલામતીનો અનુભવવ કરાવવો ના જાેઈએ?’ બિલ્કિસ અંગે વાત કરતાં કરતાં શબાનાની આંખોમાંથી વહેવા લાગ્યા હતાં. વધુમાં શબાનાએ કહ્યું હતું, ‘મને લાગ્યું કે દોષિતોને જેલમુક્ત કર્યા પછી લોકોમાં ગુસ્સાની આગ જાેવા મળશે, પરંતુ એ જાેઈને નવાઈ લાગી કે મીડિયામાં આ કેસ અંગે વધુ વાત કરવામાં આવી નહોતી. મેં બે-ત્રણ દિવસ રાહ જાેઈ, પરંતુ બધું જ શાંત હતું. એક દિવસ હું કેટલાંક લોકો સાથે બેઠી હતી અને બિલ્કિસ બાનો કેસ અંગે વાત થતી હતી. તે લોકોએ કહ્યું કે આમાં શું મોટી વાત છે, તે લોકો પહેલાં જ સજા ભોગવી ચૂક્યા છે. હવે કેમ બૂમરાણ મચાવવી? તે લોકોને ખ્યાલ પણ નહોતો કે ૧૧ દોષિતોને છોડી મૂકવામાં આવ્યા છે.’ શબાનાએ વધુમાં કહ્યુંકે, ‘આ બધું જાેઈને મને લાગે છે કે બિલ્કિસ સાથે જે થયું તે લોકોની સમજમાં જ આવ્યું જ નથી. તેની સાથે અન્યાય થયો છે. ગુનેગારો જેલમાંથી બહાર આવ્યા ત્યારે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. આપણે આ મુદ્દે સમાજને શું સંદેશો આપી રહ્યા છીએ? કઈ રીતે મહિલાઓને સન્માન આપીએ છીએ? ઉલ્લેખનીય છેકે, ગોધરાકાંડ પછી બનેલા ૨૦૦૨ના બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં તમામ ૧૧ દોષિતને જેલમુક્ત કરવામાં આવ્યા છે. ૨૦૦૮માં ઝ્રમ્ૈંની વિશેષ અદાલતે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. જાેકે તેઓ ૨૦૦૪થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદને બદલે ૧૫ વર્ષની સજા પૂરી થવાના આધારે ૧૫ ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *