Gujarat

શહેરમાં ઓરિજિનલ ડાયમંડની સરખામણીએ લેબમાં તૈયાર ડાયમંડનું ૧૫થી ૨૦% વધુ વેચાણ થયું

અમદાવાદ
ભારતનું પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું બજાર દર વર્ષે લગભગ ૫૫ ટકાના દરે વધી રહ્યું છે. શહેરમાં તેની ડિમાન્ડ હોવાથી માત્ર લેબગ્રોનના ત્રણ શોરૂમ ઓપન થયા છે અને ચોથો સીજી રોડ પર બની રહ્યો છે. શહેરનાં જ્વેલર્સનું કહેવું છે કે, ઓરિજનલ ડાયમંડ કરતાં લેબગ્રોન હીરા ૭૦થી ૮૦ ટકા સસ્તા હોય છે. જ્યારે તેની સરખામણીમાં ઓરિજનલ ડાયમંડ જેવા અને ગુણવત્તા સરખી હોય છે. છૂટક વિક્રેતા રાજ ઝવેરીના જણાવ્યા અનુસાર, ગયા વર્ષનાં વેચાણની તુલનામાં લેબગ્રોન હીરાની માગમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો થયો છે અને આ ટ્રેન્ડ હજુ યથાવત્‌ છે. હાલમાં ઓરિજિનલ ડાયમંડના વેચાણની સરખામણીએ લેબગ્રોનનું વેચાણ ૧૫થી ૨૦ ટકા થઈ રહ્યું છે. યુવા વર્ગમાં આ લેબગ્રોન ડાયમંડની વધુ ડિમાન્ડ છે. લેબગ્રોન ડાયમંડ વૈશ્વિક સ્તરે જનરેશન ઝેડ ખૂબ પસંદ કરે છે. નેચરલ ડાયમંડ પૈકી ઘણા બ્લડ ડાયમંડ કે કોમ્ફલિક્ટ ડાયમંડ તરીકે ઓળખાય છે. યુવાવર્ગ નેચરલ હીરા કરતાં લેબમાં તૈયાર થયેલા ઇકો ફ્રેન્ડલી ડાયમંડ વધુ પસંદ કરે છે. નેચરલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડ ૭૦થી ૮૦ ટકા ઓછા ભાવે મળી જાય છે, જેના કારણે તેની ડિમાન્ડ શહેરમાં પણ વધારે જાેવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં લેબગ્રોન ડાયમંડના ત્રણ મોટા શોરૂમ ખુલ્યા છે અને ચોથો મોટો સીજી રોડ પર આકાર પામી રહ્યો છે. ગ્રેજ્યુએટ જેમોલોજિસ્ટ (જીઆઈએ) નિશાંત ધોળકિયાનું કહેવું છે કે, લેબગ્રોન ડાયમંડનું સુરતમાં પ્રોડક્શન થતાં અમદાવાદના જ્વેલરી ઉદ્યોગ માટે સુવર્ણ તકો ઊભી થઈ છે. ઓરિજિનલ હીરાની જેમ લેબગ્રોન હીરાની માગ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે. અમેરિકા, ચીન, હોંગકોંગ અને બેંકોક તેના મુખ્ય ખરીદદાર છે. લેબગ્રોન હીરાનો ઉપયોગ મેડિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ, જ્વેલરી, ચિપ્સ બનાવવાની સોલર પેનલમાં પણ થઈ રહ્યો છે. ઓરિજિનલ અને લેબગ્રોન ડાયમંડની કિંમતમાં ૩૦થી ૭૦ ટકાનો ફર્ક હોય છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *