Gujarat

શાપર ની તરૂણી ની ભગાડી જનાર ભરત પીપળીયા ને કચ્છ થી ઝડપી પાડ્યો.

ગઇ તા.૨૪/૦૭/૨૦૨૨ ના રોજ શાપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ તા.૨૧/૦૭/૨૦૨૨ ના સવારના સાત વાગ્યાની આસપાસ આરોપી વિકી ઉર્ફે ભરત રહે. પાળ પીપળીયા ગામની સીમ આનંદ રેસીડન્સી તા.લોધીકા જી-રાજકોટ વાળાએ આ કામના ફરીયાદીની નાબાલીગ દિકરી ઉ.વ. ૧૭ વર્ષ ૦૭ માસ ૦૮ દિવસ વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેણી ને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય સદરહું ગુન્હો આઈ.પી.સી. ક. ૩૬૩,૩૬૬ મુજબ દાખલ થયેલ હોય અને આગળની તપાસ ગોંડલ સર્કલ પો.ઇન્સ.શ્રીનાઓ ચલાવી રહ્યા હોય. ઉપરોકત ગુન્હા સબંધે રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસીંહ રાઠૌડ સાહેબનાઓએ ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને ગોંડલ ડિવીઝન ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સા. તથા ગોંડલ સર્કલ પો.ઇન્સ.શ્રી એન.જી.ગોસાઇ સા.ના સીધા માર્ગદર્શન હેઠળ શાપર (વે) પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એસ.જે.રાણા તથા પો.સ.ઈ.શ્રી આર.વી.ભીમાણી નાઓએ અગલ અલગ ટીમો બનાવી અને અલગ અલગ દિસાઓમા તપાસ કરતા ટેકનીકલ સોર્સ તથા હયુમન સોર્સ દ્વારા તપાસ ચાલુ હતી તે દરમ્યાન હકીકત મળેલ કે હાલ ભોગ બનનાર તથા આરોપી પુર્વ કચ્છના બુઢામોરા ગામે રહે છે. જેથી તુરંત જ વર્ક આઉટ કરી તપાસમા ટીમ રવાના કરતા દુધઈ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી ઉપરોકત ગુન્હાના કામે ભોગ બનનાર તથા આરોપી મળી આવેલ જેથી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૧) ભરત ઉર્ફે વિકી વિજયભાઈ બગડા રહે.- આનંદ રેસીડન્સી પાળ પીપળીયા ગામની સીમ, તા.લોધીકા મુળ ગામ-સાપુર તા.માંગરોળ જી.જુનાગઢ જેમાં આ
આ કામગીરી મા પો.સબ ઇન્સ. શ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ. શ્રી આર.વી.ભીમાણી તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ તથા પો.હેડ કોન્સ, વિરભદ્રસિંહ વાઘેલા તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ રાણા તથા પો. કોન્સ, મહિપતસિંહ જાડેજા તથા પો. કોન્સ. આશાબેન તાવીયા તથા પો. કોન્સ. ગૌતમભાઈ પરમાર વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *