કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ (શાપર ) ના નેશનલ હાઇવે પર ના સર્વિસ રોડ પર ગત રોજ કસુંબા બેરિંગ ના ગેટ સામે ના સર્વિસ રોડ પર સવારે ટ્રકો ઢાળ ઉતારવા માં બંને સાથે પસાર થતા ત્યાં મોટો ખાડો હોવાથી દરરોજ મોટા વાહનો ફસાય જવાનો સિલસિલો યથાવત રહેશે.જેમાં અહીંયા દરરોજ હજારો ની સંખ્યા માં વાહનો પસાર થતા હોય છે. જેમાં હાઇવે ઓથોરિટી ની ધોર બેદરકારી સામે આવી છે.પસાર થતા વાહન ચાલકો ને બહુ તકલીફ પડે છે. અને અકસ્માત નો ભય પણ સેવાય રહ્યો છે.વહેલી તકે આં ઢાળ નો રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


