Gujarat

શાપર-વેરાવળ ની નવરાત્રી મહોત્સવ મા મતદાન અંગે નું Evm અને VV પેટ નું પ્રદર્સન યોજાયું.

શાપર-વેરાવળ:-
રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન નો પ્રારંભ થઈ ચૂકેલ છે. ત્યારે આગામી સમય મા વિધાનસભાં ની ચૂંટણી પણ નજીક હોય જેથી ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર અને તાલુકા મામલતદાર સાહેબ તેમજ તેમની ટિમ દ્વારા  શાપર-વેરાવળ ની ગરબી મહોત્સવ મા મતદાન જાગૃતિ અંગે ના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં શાપર ગામની સરસ્વતી ગરબી મંડળ અને વેરાવળ ની જય ખોડિયાર ગરબી મંડળ સહીત ની ગરબીઓ ખાતે EVM અને વિવી પેટ મતદાન અંગે ની પ્રેક્ટિકલ માહિતી અપાય હતી. તેમજ ગરબી નિહાળવા આવેલ તમામ ને પ્રતિજ્ઞા અને સપથ લેવડાવેલ હતા. તેમજ EVM અને વિવી પેટ ની નિદર્શન ટિમ દ્વારા કરાયું હતું.જેમાં ખેલૈયાઓ એ મતદાન કેમ કરવું તે બાબતે ની સમગ્ર માહિતી અપાય હતી.જેમાં મોટી સંખ્યા મા ખેલૈયાઓ તેમજ ગ્રામજનો સહીત જોડાયા હતા. કોટડાસાંગાણી તાલુકા ના ઇન્ચાર્જ મામલતદાર સી.જી.પારખીયા સાહેબ તેમજ ટિમ અને ગરબી આયોજકો અને ગામના આગેવાનો સહીત જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.
(રાજકોટ)

1664620122616.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *