Gujarat

શાપર-વેરાવળ માં બપોર બાદ વરસાદ નું આગમન

આજરોજ બપોર બાદ અસાઢી બીજ ના દિવસે મેધરાજા એ પધારામણી કરી હતી. જેમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા દિવસ ભર ના અસહ્ય ઉકળાટ બાદ શાપર-વેરાવળ માં ધોધમાર વરસાદ વર્ષયો હતો જેમાં મેઇન બજારો માં પાણી વહેતા થયા હતા.અને નાના બાળકો એ પણ નાહવા ની મોજ માણી હતી.તેમજ સાંજ ના સુમારે થી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. તેમજ આજે અષાઢી બીજ હોવાથી મેધરાજા એ મુર્હત સાચવતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ છવાયો હતો તેમજ શહેરી જનો એ પણ વણેલા ગાંઠિયા,તેમજ પાણીપુરી પાવભાજી, ભજીયા ની દુકાનો માં ભરપૂર મોજ માણી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *