Gujarat

શિક્ષકો આ ધરતી પરના દેવ છે. કલેક્ટર શિક્ષક બનાવી શકતા નથી પરંતુ શિક્ષક કલેકટર બનાવી શકે છે: નિમિષાબેન સુથાર જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું.

છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં આજના શિક્ષકદિનના પાવન દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ ૧૩ શિક્ષકોને એવોર્ડ અને કેશ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શિક્ષકોને ૧૫હજારનો રોકડ પુરસ્કાર, મોમેન્ટો, શુભેચ્છા સર્ટિફિકટ અને શાલ ઓઢાડી તેઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પુરસ્કૃત થનારા શિક્ષકોમાં ૨ મહિલા શિક્ષિકાઓ અને ૯ પુરુષ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬ અલગ-અલગ ક્લસ્ટર માંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.   દરબાર હોલમા સમારંભના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર,  મુખ્ય મહેમાન તરીકે સાંસદગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને તથા કેલક્ટર સ્તુતિ ચારણ ડી.ડી.ઓ ગંગા સિંહ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

આ નિમિતે જિલ્લા શિક્ષણાધિકારી એ જાહેરાત કરી હતી કે ડીઈઓ કચેરી આપણા જિલ્લામા જિલ્લા કક્ષાએ આ વર્ષથી અલાયદો ડો. રાધાકૃષ્ણન એવોર્ડ આપવાનું શરૂ કરેલ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાએ છોટાઉદેપુરના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. અને અગાઉના વર્ષોમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ આપણા જિલ્લામાંથી શિક્ષકોની પસંદગી થયેલી છે જે બાબત આપણને ગૌરવ લેવા જેવી છે.

મંચસ્ત મહાનુભાવોએ અંતરિયાળ વિસ્તારોમાં  શિક્ષકોની અદભુત કામગીરીની પ્રશંસા કરી હતી અને શ્રી ગીતાબેન રાઠવાએ કહ્યું હતું કે કલેકટર શિક્ષક બનાવી નથી શકતા પરંતુ શિક્ષક કલેકટર બનાવતા હોય છે. શ્રી મલકાબેને કહ્યું હતું કે બાળક એ કુમળા છોડ જેવા છે તેમનું જતન આ શિક્ષકો કરે છે. શિક્ષકો સમાજનું ઘડતર કરે છે અને દરેક નાગરિકનું નિર્માણ કરે છે. રાજ્યકક્ષાના મંત્રીશ્રી એ કહ્યું હતુંકે શિક્ષકો ભલે બાળકોની પરીક્ષા લેતા હોય છે પણ શિક્ષકોની પોતાની રોજ પરીક્ષા થતી હોય છે. શિક્ષકોની વાત મન અને હૃદય સુધી પહોંચી જતી હોય છે.

આ પ્રસંગે આંબાખુટ  પ્રા. શાના શિક્ષક દિપકભાઈએ કોરોના મહામારી વખતે તેમના ગામમાં દરેક ફળિયામાં એક સ્વયંસેવકની સેવા લઇ અને વૃક્ષ એ જ વર્ગખંડ નામનો કોન્સેપ્ટ વિકસાવ્યો હતો જેની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી. શિક્ષકો એવા વિદ્યાર્થીઓનું સર્જન કરે છે જે જે વિદ્યાર્થીઓ આગળ જતા ઉત્ક્રુષ્ટ સમાજનું નિર્માણ કરે છે. શિક્ષણને લીધે આપણા સમાજમાં કેટલી બદીઓ અને દૂર્ગતીઓ દૂર થઈ છે. મંત્રીશ્રીએ આ સંદર્ભે જણાવ્યું હતુકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ભારતભરમાં ફક્ત ગુજરાતમાં જ શિક્ષકોના મૂલ્યાંકન માટે શરુ કરવામાં આવ્યું છે.  સર્વે મહાનુભાવોએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં
શિક્ષક સાધારણ નથી એ આ ધરતી પર વિદ્યમાન દેવ છે.એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ રાજ્ય સરકારની નેમ છે.તેના માટે રાજ્ય સરકારે અધતન શાળાઓ,સ્માર્ટ ક્લાસિસ અને ઉત્તમ શિક્ષકોની ભરતી સહિત વ્યાપક આયોજનો કર્યા છે જે શિક્ષકોના માધ્યમ થી ધરાતલ સુધી પહોંચે છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

05.09.2022-Shiksak-din-ujavani-chhotaudepur-5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *