Gujarat

શિવરાત્રિના મેળામાં જંગલમાં લાશ પડી હોવાની બાતમી પોલીસને દોડતી કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ *શિવરાત્રી મેળામાં* જડબેસલાક બંદોબસ્ત ની ગોઠવણ કરવામાં આવેલ હતી…_
💫 _જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ *શિવરાત્રી મેળામાં* આવતા માણસોની સલામતી માટે પોલીસની સતર્કતા અને લોકો દ્વારા પોલીસ તંત્રને ધંધે લગાડવાના બનાવો પણ બનતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો શિવરાત્રી મેળા દરમિયાન ધ્યાને આવેલ છે…._
💫 _જૂનાગઢ પોલીસ શિવરાત્રી મેળામાં લાખો લોકોની સલામતીમાં વ્યસ્ત હતી ત્યારે નવા ભવનાથ પાછળ જંગલમાં એક લાશ પડી હોવાનો મેસેજ મળતા, જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધીક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ સોલંકી, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, માલદેભાઈ, જૈતાભાઈ, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, કારણસિંહ, રામદેભાઈ, સહિતના સ્ટાફ *ખાસ ખોયા પાયા ટીમ* દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, નવા ભવનાથ પાછળ જંગલમાં બતાવેલ જગ્યાએ તપાસ કરતા, પ્રથમ દૃષ્ટિએ ચાદર ગોદળા વડે ઢાંકેલી લાશ હોવાનું જણાતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉપરથી કપડું ઉઠાવી જોતા, નીચે માણસ સૂતો હોય એવી પથ્થરની શીલા જણાઈ આવતા, પોલીસ સ્ટાફે હાશકારો અનુભવેલ હતો. તપાસ દરમિયાન જાણવા મળેલ કે, કોઈ સાધુએ પોતાનું ઓઢવાનું ગોદડું કે ચાદર પથથરની શીલા ઉપર મુકેલ અને કોઈ વ્યક્તિ જોઈ જતા લાશ જેવું જણાતા પોલીસને જાણ કરેલ હતી…._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા બનાવવામાં આવેલ *ખાસ ખોયા પાયા ટીમ* દ્વારા કરેલ તપાસ દરમિયાન પથ્થરની શીલા જોવા મળતા, ભવનાથ ખાતેના શિવરાત્રી મેળા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફમાં પણ આ કિસ્સાથી રમૂજ ફેલાયું હતું…_
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220303_132012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *