Gujarat

શ્રાવણમાં સોમનાથ મહાદેવને આખો માસ અલગ અલગ શણગાર દર્શન કરાશે તત્કાલ પૂજા, ગંગા જળાભિષેક, મહાપૂજા,  ધ્વજારોહણ, પાલખિયાત્રા વગેરે યોજાશે

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
પવિત્ર શ્રાવણ માસ જે શિવજીનો પ્રિય માસ તા.28 થી પ્રારંભ થાય છે.ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે. તહેવારો અને  સોમવારના દિવસે મંદિર 4 વાગ્યે અને બાકીના દિવસોમાં મંદિર 5.30 કલાકે ખુલશે.ત્યારે આખા માસ દરમિયાન લાખો ભાવિકો હર હર ભોલે, જય સોમનાથના નાદ સાથે શિવભકિતમાં તલીન થઈ જશે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 દિવસમાં રોજે રોજ અલગ અલગ શણગાર દર્શન થી શિવલિંગ ના શીંગાર કરશે જેનો ભાવિકો લાભ લઇ શકશે. જેમાં પ્રથમ દિવસે પુષ્પ શૃંગારના દર્શન ભાવિકો કરશે.સવારે ,બપોરે, સાંજે અને રાત્રે એમ ચાર પ્રહર મહા આરતી અને મહાપૂજા થશે. તેમજ ભાવિકો મહામૃત્યુંજય જાપ અને સવા લક્ષ બિલવ પૂજાનો લાભ લઇ શકશે આ ઉપરાંત ધ્વજા રોહણ, ગંગાજલાભીષેક,મહાપૂજા સહિતનો લાભ લઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
દર્શનની યાદી
પુષ્પશૃંગાર
બિલ્વપત્ર શૃંગાર
અર્કપુષ્પ શૃંગાર
બોરસલી પુષ્પ શૃંગાર
ૠષિદર્શન શૃંગાર
સૂર્યદર્શન શૃંગાર
પીળા પુષ્પ શૃંગાર
અર્ધનારેશ્વર શૃંગારદર્શન
હનુમાનજી શૃંગારદર્શન
વસ્ત્ર શૃંગાર
ચંદન અને કમલપુષ્પ શૃંગાર
પવિત્રા શૃંગાર (પવિત્રા બર્સ)
ભસ્મ શૃંગાર
તલ શૃંગાર
ચંદ્રદર્શન શૃંગાર
લીલોતરી શૃંગાર
ગણપતિદર્શન શૃંગાર
ત્રિરંગા શૃંગાર ( સ્વતંત્ર પર્વ)
નાગદર્શન શૃંગાર
સૂકામેવા શૃંગાર
કેસરી પુષ્પ શૃંગાર
શ્રીકૃષ્ણ જન્મોત્સવ શૃંગાર(જન્માષ્ટમી)
રૂદ્રાક્ષ શૃંગાર
વિવિધ પુષ્પ શૃંગાર
વૈષ્ણવદર્શન શૃંગાર
 ચંદન શૃંગાર
 ૐ અને પુષ્પ શૃંગાર
રથારોહણ શૃંગાર દર્શન
ભસ્મ શૃંગાર
અમરનાથ શૃંગાર-અન્નકૂટ દર્શન
આમ કુલ 30 શણગાર સોમનાથ મહાદેવને કરાશે.
ભાવિકો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.લાઈનબંધ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિકો શાંતિપૂવઁક દર્શન કરી શકશે.
Attachments area

IMG-20220729-WA0853.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *