તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક અને વન સંરક્ષક બીટગાર્ડની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ મેળવી શકશે લાભ
જૂનાગઢ તા.૧૯ શ્રી ખોડલધામ સમિતિ-જૂનાગઢ દ્વારા સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટીટીવ એક્ઝામ દ્વારા તા.૧૯-૧૧-૨૦૨૨ના રોજથી તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને વન સંરક્ષક બીટગાર્ડની સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારીઓ કરવા માંગતા લેઉવા પટેલ સમાજના દીકરા-દીકરીઓ માટે સુપર ફાસ્ટ ટ્રેક બેચ પ્રારંભ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, વન સંરક્ષક બીટગાર્ડની ૮૨૩, તલાટી કમ મંત્રીની ૩૪૩૭ અને જુનિયર ક્લાર્કની ૧૧૮૧ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે પરીક્ષાઓના સિલેબસ મુજબ વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારીઓ કરાવવાની સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
વન સંરક્ષક બીટગાર્ડ માટેની શારીરિક કસોટી માટે પ્રેક્ટિસનો સમય સવારે ૫.૩૦ થી ૦૭ કલાકનો રહેશે.
આ પરીક્ષાઓ માટેની સુપરફાસ્ટ એક બેચમાં જોડાવવા માટે સરદાર પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ કોમ્પિટીટીવ એક્ઝામ -SPICE સેન્ટર, શ્રી ખોડલધામ કાર્યાલય, (બંસીધરનગર, શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં, બસ સ્ટેન્ડ પાછળ) જૂનાગઢનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૧૮૩૪૦૦, ૯૬૬૨૯૧૮૭૯૯ અને ૯૪૨૬૯૫૩૬૦૭ સંપર્ક કરવાનો રેહશે.
