Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા યોજાઈ અનેરી પોસ્ટર સ્પર્ધા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીની બહેનો દ્વારા સમાજને લગતી સમસ્યાઓ તેના કારણો અને સમસ્યાઓનું નિવારણ અંગે પોસ્ટર બનાવવા આવ્યા હતાં. તેમાં કુલ ૩૪ વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને જુદા જુદા પોસ્ટર બનાવ્યા હતા. તેમાં નિર્ણાયક તરીકે આ કોલેજના આચાર્ય શ્રી ડી. એલ. ચાવડા સાહેબ તથા પ્રા. ડો. રૂકશાનાબેન કુરેશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભટ્ટી સરેના, ધંધુકિયા દર્શના દ્વિતીય ક્રમે મકવાણા ભારતી, પઠાણ રાબીયા તથા તૃતીય ક્રમે વાળા આશા અને ચૌહાણ ફઝીલા રહ્યાં હતાં. તમામ વિજેતા સ્પર્ધકોને કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતાં.. આમ સમાજશાસ્ત્ર અને સામાજિક સમસ્યાઓ અને તેના નિવારણ માટે પોસ્ટર દ્વારા પણ અસરકારક રીતે લોકોને સમજાવી શકાય છે. એવો અભિનવ પ્રયોગ આ કોલેજ દ્વારા કરવામાં આવેલ જે ખરેખર અભ્યાસક્રમની દ્રષ્ટિએ પણ પ્રશંસનીય કામગીરી ગણાય.. નારી સશકિતકરણ માટે પણ આ એક અનોખું પાસું ગણાય.

IMG-20220325-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *