હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાની એક સ્માર્ટ અને અગ્રેસર શાળા માની મટાણા પ્રાથમીક શાળા છે. જેમા ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા અંડર ૧૪ નાં વિધાર્થીઓ માટે જીલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વકૃત્વ સ્પર્ધામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી શ્રી મટાણા પ્રાથમિક શાળા ની વિધાર્થીની ઝાલા ભવ્યાંગી અરસીભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાનું સ્થાન પાક્કું કરીને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું.આ તકે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી વાજા સાહેબ, શાળા નાં આચાર્ય શ્રી રમેશભાઈ ખેર તેમજ શિક્ષક સ્ટાફ એ અભિનંદન પાઠવ્યા હતા. આ શાળા નાં વિધાર્થીઓ છેલ્લા ૭/૮ વર્ષમાં અનેકવાર જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવ્યા છે.


