Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદીર લોયાધામ દ્વારા બોટાદ શહેરમાં ધાબળા (બ્લૅન્કેટ )વિતરણ કરવામાં આવ્યુ

બોટાદ શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદીર લોયાધામ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળા (બ્લૅન્કેટ ) વિતરણ કરવામાં આવ્યુ.હાલ શિયાળા માં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદોને ધાબળા (બ્લેન્કેટ) આપી માનવતાનું  ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પરમ પૂજય સદગુર શાસ્ત્રી શ્રી  ધનશ્યામપ્રકાશદાસજી સ્વામી ની પ્રેરણાથી તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ ની ગુલાબી ઠંડીની રાત્રીએ બોટાદના એસ. ટી. ડેપો,કાઠીયાવાડ જીન પાસે,સ્ટેશન રોડ, ભોજબાપુની ધર્મશાળા પાસે, રેલ્વે સ્ટેશન સહીત જુદા જુદા વિસ્તારમાં આશરે લોયાધામના સંતોએ ૧૫૦ જેટલા લોકોને ધાબળા ઓઢાડીને ઠંડીમાં ઠરતા લોકોની પીડા દૂર કરી સામાજીક કાર્ય કર્યુ હતુ.જેની ઘણા લોકો પ્રેરણા લઈ આવા સામાજીક કાર્ય માં જોડાશે..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *