ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ અંતર્ગત રોજગાર કચેરી કચ્છ-ભુજ દ્વારા બી.એસ.એફ (BSF) ફોર્સ માં જોડવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કચ્છ- ભુજ ખાતે નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ યોજના અન્વયે તમામ કેટેગરીના મળી કુલ- ૨૪૦ ઉમેદવારો માટે આગામી માસમા નિ:શુલ્ક તાલીમવર્ગો યોજવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં જોડાવા માટે એસ.એસ.સી.પાસ (ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્ક્સ ફરજીયાત) હોય તેવા ૧૭.૫ થી ૨૩ વર્ષ સુધીની વય, ઉંચાઈ-૧૬૮ સેમી, છાતી-૭૭-૮૨ જૂથ ના યોગ્ય શારીરિક ક્ષમતા ધરાવતા પુરુષ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓએ અરજી પત્રકો મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ,આઈ.ટી.આઈ. કેમ્પસ ,જામનગર ખાતેથી મેળવી પરત જમા કરાવવાના રેહશે.
