સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સાતમા સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ મનો દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ની મુલાકાત લીધી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ની બહેનોએ બાળકોને કેક, ચોકલેટ તથા નાસ્તો ખવડાવી તેઓને વિવિધ એક્ટીવીટી કરાવી આનંદ પ્રમોદ સાથે નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.
કલરવ શાળાના મનો દિવ્યાંગ બાળકોએ આ વર્ષે “રોશની પ્રોજેકટ” અંતર્ગત દીપાવલી પર્વ માટે સુંદર દીવડા તૈયાર કર્યા છે. આ સંસ્થા દ્વારા બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી નાના નાના ગૃહ ઉદ્યોગ પણ શીખવાડવામાં આવે છે. સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા આ બાળકો આત્મનિર્ભર બને તેઓની કર્તુત્વ શક્તિનો વિકાસ થાય, આત્મિયતા વધે, પ્રોત્સાહન મળે સાથે તેમને બનાવેલા દિવડાનું વેચાણ પણ વધે તે હેતુથી તેઓએ બનાવેલા દિવડાઓ ખરીધ્યા હતા.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રમુખ ઉષાબેન સિધ્ધપુરા એ આ પ્રસંગે ભરૂચના નગરજનો વિનમ્ર અપીલ કરી હતી કે આ વખતે દિવાળીની ઉજવણી મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડાઓ ખરીદી જ કરે, આવી ખરીદીથી તેઓના જીવનમાં ખુશીઓ અને આનંદનો સંચાર થશે તેમ જણાવ્યું હતુ.
કલરવ સ્કુલ ભરૂચ (મનોદિવ્યાંગ બાળકોની સ્કુલ)
સ્થળ: કલરવ સ્કૂલ ,
રોટરી ક્લબ ની પાછળ સ્ટેશન રોડ,ભરૂચ
સમય : સવારે ૧૦ થી ૧
નીલાબેન મોદી – 9998043787


