શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અંગે ડ્રાઇવ આપેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા અમરેલી તાલુકા ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૪૯૭/૨૦૨૨ IPC ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ૬.૧૮ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં બે માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને અમદાવાદ, હાટકેશ્વર રોડ, ભાઇપુરા વિસ્તાર માંથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ. આ કામે આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર ઇસમ તથા ભોગબનનારને અમરેલી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
*પકડાયેલ કેદી*
વિજય મેઘજીભાઇ ભોજવીયા ઉ.વ.૨૫ ધંધો-મજુરી, રહે.સુરત, કાપોદ્રા વિસ્તાર, કૃષ્ણનગર ઝુપડપતી, મુળ-ધાર પીપળા તા.રાણપુર જી.બોટાદ હાલ-અમદાવાદ, હાટકેશ્વર રોડ, ભાઇપુરા.
*ગુન્હાની વિગત*
આ કામે મજકુર આરોપીએ આશરે બે માસ પહેલા આ કામના ભોગબનનારને બદઇરાદે અપહરણ કરી ગુન્હો આચરેલ અને આજદિન સુધી ફરાર રહેલ.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

